Ayusman Card Kevi Rite Banavvu | Good News.. મોબાઈલ પર થી બનાવો આયુષ્યમાન કાર્ડ 5 મિનિટ માં |

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Ayusman Card Kevi Rite Banavvu

ભારત દેશના તમામ નાગરિકોને આરોગ્ય તેમજ તબીબી સેવા પ્રદાન કરવાના હેતુથી ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. આયુષ્યમાન ભારત યોજના દ્વારા લાભાર્થીઓને 5 લાખ રૂપિયા નો સ્વાસ્થ્ય વીમા પ્રદાન કરવામાં આવે છે .

આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજનાનો લાભ મેળવવા માટે નાગરિકોએ નોંધણી કરાવી જરૂરી છે ત્યારબાદ તેમને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવે છે આયુષ્યમાન ભારત કાર્ડ હોવાથી આ કાર્ડ હોસ્પિટલમાં બતાવીને લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત વિનામૂલ્ય તબીબી સારવાર આપવામાં આવે છે .

તો આજના આ આર્ટીકલ દ્વારા તમને આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડ ની સંપૂર્ણપણે માહિતી આપવામાં આવશે તેમજ આયુષ્યમાન યોજના અને ગોલ્ડન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા થી જોડાયેલી અન્ય ઘણી બધી પ્રકારની માહિતી તમને મળશે.

આયુષ્યમાન ભારત કાર્ડ 2023

ભારત દેશમાં રહેનારા દરેક ગરીબ વર્ગના લોકોને લાભકારી થવાના હેતુથી આયુષ્યમાન ભારત ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં Golden Card ફક્ત એ લોકોને જ મળવા પાત્ર રહેશે જેનું નામ આયુષ્યમાન ભારત લાભાર્થીની યાદીમાં જોડાયેલું હશે .

જે રસ ધરાવતા ઈચ્છુક લાભાર્થી પોતાનો ગોલ્ડન કાર્ડ બનાવવા માંગતા હોય તો જન સેવા કેન્દ્ર અથવા સેવા સદન પર જઈને અરજી કરી શકો છો અને ત્યાંથી જ આયુષ્યમાન ભારત કાર્ડ પણ મેળવી શકો છો .

તો આજના આર્ટીકલ દ્વારા તમને આયુષ્યમાન ભારત કાર્ડ વિશે સંપૂર્ણ પણે માહિતી આપશો જેમ કે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું ? , ગોલ્ડન કાર્ડ કેવી રીતના બનાવવું, યોજનાનો હેતુ અને અન્ય યોજના સાથે જોડાયેલી માહિતી તો આર્ટીકલ ને છેલ્લે સુધી વાંચવા વિનંતી.

હાલમાં આવેલી ન્યુઝ અનુસાર હવે તમે ઘરે બેઠા જ પોતાના મોબાઈલ પરથી જ આયુષ્યમાન ભારત કાર્ડ બનાવી શકો છો . જો તમે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના લાભાર્થી છો તો સ્માર્ટફોન ની મદદ વડે તમે આયુષ્યમાન ભારત કાર્ડ બનાવી શકો છો. અને ખાનગી હોસ્પિટલમાંથી પણ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર લઈ શકો છો.

Ayusman Bharat Card Overview

યોજનાનું નામ આયુષ્યમાન ભારત
કોના દ્વારા શરૂ કરવામાં આવી ભારત સરકાર
લાભ 5 લાખ રૂપિયા નો હોસ્પિટલ ખર્ચ
લાભાર્થી તમામ ભારત ના નાગરિકો
Official Website https://pmjay.gov.in/

People Also Read : Shramyogi Prasuti Sahay Yojana 2023

આયુષ્યમાન ભારત ગોલ્ડન કાર્ડ નું ઉદ્દેશ્ય શું છે ?

PMJAY Golden Card આપવા માટેનો સરકારનો હેતુ ભારત દેશમાં ગરીબી રેખા તેમજ આર્થિક પરિસ્થિતિથી હેરાન થતાં નાગરિકો માટે દરેક પરિવાર દીઠ 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવો અને તેમને આર્થિક રીતે મદદરૂપ થવું આજે પણ આપણા દેશમાં ઘણા બધા નાગરિકો કોઈને કોઈ બીમારીથી પીડિત થતા હોય છે .

અને તેમને સારવાર કરવા માટે આર્થિક રીતે પૈસા પણ હોતા નથી આ બધી જ સમસ્યાનો સમાધાન લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના ની શરૂઆત કરી છે જેમાં કોઈ પણ ગરીબ વ્યક્તિને મદદ મળી રહેશે બીમારીથી બચાવી શકાય છે .

અને આ યોજના હેઠળ દેશના લગભગ 10 કરોડથી પણ વધુ મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગીય પરિવારને દર વર્ષે આરોગ્ય વીમો મળે છે.

આયુષ્યમાન ભારત ગોલ્ડન કાર્ડ 2023 ના ડોક્યુમેન્ટ્સ

 • આધારકાર્ડ
 • મોબાઈલ નંબર
 • રેશનકાર્ડ
 • પાસપોર્ટ સાઈઝ નો ફોટો

આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે યોગ્યતા આ રીતે તપાસ કરો

 • સૌથી પહેલા આયુષ્યમાન ભારત યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું રહેશે.
 • તમારી સામે એક હોમપેજ ખુલશે આ હોમપેજ પર તમારું રજીસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ભરવાનો રહેશે .
 • ત્યારબાદ છેલ્લે જનરેટ OTP પર ક્લિક કરવાનું રહેશે.
 • ક્લિક કર્યા બાદ તરત જ તમારા રજીસ્ટર મોબાઇલમાં એક OTP આવશે એ ઓટીપી નંબર બોક્સમાં ભરવાનો રહેશે.
 • ત્યારબાદ તમને નીચે જણાવેલા વિકલ્પો જોવા મળશે જેમ કે નામ દ્વારા મોબાઈલ નંબર પરથી ,રેશનકાર્ડના માધ્યમથી , RSBI URN દ્વારા તમે તમારા નામ દ્વારા પણ અથવા મોબાઈલ નંબર પરથી પણ પાત્રતા જાણી શકશો.
 •  પૂછવામાં આવેલી માહિતી સાચી ભરી APPLY કરી દેવું.
 • ત્યારબાદ તમારી કમ્પ્યુટર અથવા મોબાઇલ સ્ક્રીન પર પરિણામ આવી જશે.

આયુષ્યમાન ભારત ગોલ્ડન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?

Ayushman Bharat Golden Card તમે જે એજન્ટ પાસેથી ગોલ્ડન કાર્ડ બનાવ્યું છે તેની પાસેથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો તાલુકા સેવાસદન અથવા જિલ્લા સેવાસદન એટલે કે કલેક્ટર ઓફિસમાંથી પણ તમે આયુષ્યમાન ભારત ગોલ્ડન કાર્ડ પ્રિન્ટ કરાવી શકો છો આયુષ્યમાન ભારત ગોલ્ડન કાર્ડ ડાઉનલોડ માટે નીચે આપેલી માહિતીને ધ્યાનથી વાંચો.

 • વેબસાઈટ પર ગયા પછી તમારી સામે એક હોમપેજ ખુલશે .
 •  હોમપેજ માં તમે લોગીન નો વિકલ્પ જોઈને તેના પર ક્લિક કરો .
 • ત્યારબાદ તમારું Email id અને Password નાખી Sing In પર ક્લિક કરો.

 • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારું આધાર કાર્ડ નો નંબર નાખી આગળ વધો.
 • ત્યારબાદ અગલા પેજ પર તમારા અંગૂઠા ની છાપ ચકાસણી કરવી પડશે.
 • અંગૂઠા ની છાપણી ચકાસણી કરવા માટે તમે તમારા એજન્ટ પાસે થી જ આ કામ કરાવી શકો છો .
 • ત્યારબાદ આગળનું પેજ ખુલશે આ પેજ પર તમને Approved Beneficiary ના વિકલ્પ પર ક્લિક કરો .
 • વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારી સામે ગોલ્ડન કાર્ડસ ની સૂચિ દેખાશે .
 • સૂચિમાં તમારું નામ જુઓ અને તેની બાજુમાં Confirm Print પર ક્લિક કરો .
 • ત્યારબાદ તમે CSC Centre Wallet  પેજ પર ઓટોમેટિક જ મોકલવામાં આવશે .
 • ત્યારબાદ CSC Wallet માં તમારો પાસવર્ડ નાખો.
 • પાસવર્ડ નાખ્યા પછી તમારો Wallet નો પીન નાખો.
 • આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે હોમ પેજ પર પાછા આવી જશો .
 • ત્યાર પછી ઉમેદવારના નામની ઠીક જમણી બાજુ ડાઉનલોડ કાર્ડ નું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો અને આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ ડાઉનલોડ કરો

આ પ્રક્રિયા થી તમે તમારું આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આયુષ્યમાન ભારત ગોલ્ડન કાર્ડ કેવી રીતના બનાવી શકાય ?

આયુષ્યમાન ભારત ગોલ્ડન કાર્ડ બનાવવા માંગતા હોય તો નીચે આપેલી માહિતીને ધ્યાનથી વાંચો અને જરૂરી સ્ટેપ્સને ધ્યાનમાં લઇ તમે તમારું ગોલ્ડન કાર્ડ બનાવી શકો છો અને નીચે બતાવેલી બે જગ્યાએથી આ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

જાહેર સેવા કેન્દ્રમાંથી આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ આ રીતે મેળવવું

 • આયુષ્યમાન ભારત ગોલ્ડન કાર્ડ કઢાવવા માટે તમે જન સેવા કેન્દ્ર એટલે કે સેવા સદન પર જવાનું રહેશે.
 • CSC Centre દ્વારા આયુષ્યમાન ભારત યોજના ની લિસ્ટ માં તમારું નામ ચેક કરવામાં આવશે .
 • જો તમારું નામ આયુષ્યમાન ભારત યોજના ની લિસ્ટ માં હશે તો તમને ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે .
 • ત્યારબાદ તમારા તમામ દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ ,રાશનકાર્ડ ,રજીસ્ટર મોબાઈલ નંબર ,બેન્ક પાસબુક જેવા દસ્તાવેજો જન સેવા કેન્દ્રના એજન્ટ પાસે મોકલવામાં આવશે .
 • હવે એજન્ટ તમારી અરજી અને આપેલા ડોક્યુમેન્ટ્સ ની નોંધણી કરશે નોંધણી કર્યા બાદ તમને એક રજીસ્ટ્રેશન આઈડી આપવામાં આવશે .
 • ત્યારબાદ જનસેવા કેન્દ્ર દ્વારા તમને 10 થી 15 દિવસના સમયગાળામાં આયુષ્યમાન કાર્ડ અપાશે .
 • જો તમે ગોલ્ડન કાર્ડ બનાવવા માંગતા હોય તો તેના માટે 30 રૂપિયા ફી ની ચૂકવણી કરવી પડશે.

આયુષ્યમાન ભારત યોજના દ્વારા નોંધાયેલ અને ખાનગી હોસ્પિટલ દ્વારા

 • સૌથી પહેલા લાભાર્થીએ આધાર કાર્ડ ,રેશનકાર્ડ , રજીસ્ટર મોબાઇલ નંબર જેવા તમામ ડોક્યુમેન્ટ્સ સાથે નજીકની નોંધાયેલ ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં જવું રહેશે.
 • ત્યારબાદ તમારું નામ જન આરોગ્ય યોજનાની યાદીમાં છે કે નહીં એ તપાસવામાં આવશે.
 • જો કદાચ તમારું નામ લિસ્ટમાં હોય તો તમને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે.

આયુષ્યમાન કાર્ડ ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી કેવી રીતે બનાવવું ?

 • ઘરે બેઠા મોબાઈલ માંથી આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે તમારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.

 • ઓફિશિયલ વેબસાઈટ પર ગયા પછી તમારી સામે એક હોમ પેજ ખુલશે.
 • આ હોમપેજ પર તમારે Ayushman Card ના વિકલ્પ પર ક્લિક કરવું.
 • અને ત્યારબાદ તમારી સામે એક નવો પેજ ખુલશે.
 • એ પેજમાં તમે તમારો આધાર કાર્ડ નંબર નાખવો પડશે અને વેરીફીકેશન ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
 • ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે આ OTP નંબર બોક્સમાં ભરવાનો રહેશે.
 • ત્યારબાદ તમારી સામે એક સંમતિ પત્ર અથવા સંમતિ ફોર્મ ખુલશે ત્યારે તમે નીચે આપેલા Allow વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
 • ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં ઓથેન્ટિક નામના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ લાભાર્થી ની માહિતી અને લાભાર્થી નો ફોટો મોબાઈલ સ્ક્રીન પર ખોલશે.
 • ત્યારબાદ કેપ્ચર ફોટો ની થીક નીચે ના આઈકોન પર ક્લિક કરી લાભાર્થી નો ફોટો પાડવાનો રહેશે.
 • અને Procced વિકલ્પ પર ક્લિક કરવું પડશે ત્યારબાદ બીજી ઘણી બધી માહિતી દાખલ કરી Submit વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
 • જો તમારો ફોટો ૮૦ ટકાથી વધુ સરખામણી માં આવી જાય તો આયુષ્યમાન કાર્ડ તમારી સામે આવી જશે.
 • ત્યારબાદ ઓકે ના ઓપ્શન પર ક્લિક કરી તમે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આ પ્રક્રિયા દ્વારા તમે તમારું આયુષ્યમાન કાર્ડ ઘરે બેઠા જ મોબાઇલમાં જ બનાવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment