કુંવરબાઈનુ મામેરુ યોજના ડોક્યુમેન્ટસ Pdf , Stetus , Online Apply | Good News | Kuvarbai Nu Mameru Yojana 2023

ગુજરાત સરકાર દ્વારા કન્યાઓના હિત માટે દર વર્ષે અલગ અલગ યોજનાઓ લાગુ કરવામાં આવતી હોય છે જેમ કે અભયમ યોજના , લક્ષ્મી યોજના અને બીજી પણ ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે તેમાંથી જ આ એક યોજના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Kuvarbai Nu Mameru Yojana 2023

Kuvarbai Nu Mameru Yojna 2023 ના મારફતે ગરીબ વર્ગને દીકરીઓને લગ્ન સમયે 12000 રૂપિયા ની આર્થિક સહાયતા આપવામાં આવી રહી છે દીકરીઓ ગરીબ ઘરની હોવાથી તેમના મા બાપ માટે લગ્ન સમયે ઘણી બધી ખરાબ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડતો હોય છે.

અને પૈસા ન હોવાના કારણે ક્યારેક ક્યારેક છોકરીની સાસરી બાજુથી પણ ઘણી વખત અપમાનજનક જવાબ મળતો હોય છે .આ જ સમસ્યાનો સમાધાન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના શરૂ કરવામાં આવી જેને મંગળસૂત્ર યોજના કહેવામાં આવે છે .

આ યોજના ગુજરાત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના ની દેખ રેખ રાખવામાં આવે છે. આ યોજના નો લાભ ગુજરાત ની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ ની દીકરીઓ ને લાભ મળશે

તો આજના આ આર્ટીકલ માં આપણે જાણીશું Kuvarbai Nu Mameru Yojna વિશે સંપૂર્ણ માહિતી જેવી કે કુંવરબાઈનું મામેરુ યોજના શું છે ? . કુવરબાઈ મામેરુ યોજનામાં મળવાપાત્ર સહાય .  કુંવરબાઈનું મામેરુ યોજના ના ડોક્યુમેન્ટ્સ તેમજ કુંવરબાઈનું મામેરુ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા આ તમામ માહિતી આજના લેખમાં હું આપવા જઈ રહ્યો છું તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી .

Kuvarbai Nu Mameru Yojana 2023 Overview

યોજના કુંવરબાઈનુ મામેરુ યોજના 2023
રાજ્ય ગુજરાત
લાભ 12000rs
લાભાર્થી ગુજરાત ની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ ની દીકરીઓ
વર્ષ 2023
ઉદ્દેશ્ય ગરીબ વર્ગને દીકરીઓને લગ્ન સમયે 12000 રૂપિયા ની આર્થિક સહાયતા
વિભાગ સમાજ કલ્યાણ વિભાગ
અરજી પ્રક્રિયા Online
Official Website esamajkalyan.gujarat.gov.in/
Address જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લપંચાયત દેવભૂમિ દ્વારકા
Help Line Number (02833) 233014
E mail [email protected]

ALSO READ : Shramyogi Prasuti Sahay Yojana

કુંવરબાઈનુ મામેરુ યોજનાનો ઉદ્દેશ્ય

ગુજરાતમાં અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના પરિવારોમાં આર્થિક પરિસ્થિતિ નો સામનો ઘણી વખત કરવો પડતો હોય છે . જેમાં દીકરીના લગ્ન સમયે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

આજ સમસ્યાનો સમાધાન લાવવા માટે અને દીકરીઓના હિત માટે તેમને પ્રોત્સાહન રૂપે આર્થિક મદદ કરવા માટે કુંવરબાઈનું મામેરુ યોજનાનું શરૂ કરવામાં આવી છે આ યોજના નો હેતુ સમાજમાં ચાલી રહેલા બાળલગ્ન અટકે અને દીકરીઓ ભણવા તેમજ કારકિર્દી બાબતે આગળ વધે.

કુંવરબાઈ મામેરુ યોજના ના લાભ [ Benifits ]

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરુ યોજના શરૂ કરવામાં આવેલી છે જેમાં 18 વર્ષ કે તેથી વધુ વયની દીકરીઓના લગ્ન પ્રસંગે તેમને રૂપિયા 12000  મદદ આર્થિક સ્વરૂપે પ્રદાન કરવામાં આવે છે. તેમજ છોકરીઓના માતા પિતા માટે રૂપિયા 2000 ની આર્થિક મદદ કરવામાં આવે છે.

કુંવરબાઇનું મામેરું યોજના ની પાત્રતા [ Elligibility ]

કુંવરબાઈનુ મામેરુ યોજના નો લાભ લેવા માટે આવેદકનું પાત્રિત જરૂરી છે અને આ પાત્રતા Sjed એટલે કે Social Justice & Empowerment Department દ્વારા નક્કી કરવામાં આવે છે આ યોજનાની પાત્રતા નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે .

 • લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવું જરૂરી છે
 • લાભાર્થી નો પરિવાર આર્થિક રીતે નબળો હોવો જરૂરી છે
 • એક જ પરિવારમાં પુખ્ત વયની દીકરી એટલે કે 18 વર્ષથી ઉપરની દીકરી બે હોય તો પણ કુંવરબાઈનું મામેરુ યોજના નો લાભ મળવા પાત્ર રહેશે .
 • દીકરી ના લગ્ન થયા ના બે વર્ષની સમય ગાળામાં જ કુંવરબાઈનું મામેરુ યોજના માટે ઓનલાઈન એપ્લાય કરવાનો રહેશે .
 • Sjed દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી માહિતી અનુસાર સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને પણ કુંવરબાઈનું મામેરુ યોજના નો લાભ મળી શકશે .
 • કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે દીકરીની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જરૂરી છે
 • ગ્રામીણ ક્ષેત્રોમાં માં પરિવાર ની વાર્ષિક આવક રૂપિયા 1,2,000 થી વધી હોવી ના જોઈએ
 • શહેરી ક્ષેત્રોમાં માં પરિવાર ની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી વધુ હોવી ના જોઈએ.

કુવરબાઈનુ મામેરુ ના જરૂરી ડોક્યુમેન્ટસ Pdf [ Documents ]

 • અરજદાર નું લાભાર્થી નું આધારકાર્ડ
 • લાભાર્થી ના પિતાનું આધાર કાર્ડ
 • શાળા છોડ્યા નું પ્રમાણ પત્ર
 • રહેઠાણ નો પુરાવો
 • લગ્ન સમયે પડેલો વર કન્યા નો ભેગો ફોટો
 • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
 • કન્યા ના પિતા નું સ્વાઘોસનાપત્ર
 • વર નું આધાર કાર્ડ
 • કન્યા ના પિતા હયાત ના હોય તો મરણ નો દાખલો
 • બેંક પાસબુક
 • અરજદાર નો પાસપોર્ટ સાઈઝ નો ફોટો
 • લગ્ન ની કંકોત્રી
 • દીકરીના ઉંમર નું પ્રમાણપત્ર
 • ચૂંટણી કાર્ડ
 • જાતિ નું પ્રમાણપત્ર
 • આવકનો દાખલો

કુંવરબાઈનુ મામેરુ યોજનામાં મળવાપાત્ર સહાય [ Benifitits ]

 • ગુજરાતમાં રહેતી અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના પરિવારો માટે દીકરી ના લગ્ન દરમિયાન બેન્ક એકાઉન્ટ સહાયતા રાસી મોકલવામાં આવતી જે પહેલા દસ હજાર રૂપિયા રાખેલ પરંતુ નવા સુધારા મુજબ આ રકમમાં સુધારો કરવામાં આવેલો છે જેની જાણકારી નીચે મુજબ આપેલી છે
 • કન્યાના લગ્ન તારીખ 1 /4 /2021 પછી થયેલ હોય તેવા કન્યા અને વર ને કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત 12000 રૂપિયાની સહાયતા આપવામાં આવે છે અને જો કન્યા ના લગ્ન 1 4 2021 પહેલા થયેલ હોય તો જૂના ઠરાવ પ્રમાણે જ 10,000 રૂપિયાની આર્થિક સહાયતા પ્રદાન કરવામાં આવે છે.

કુવરબાઈનુ મામેરુ યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

[ Online Apply Process ]

આ યોજનાનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના પરિવારો માટે કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા Samaj Kalyan Portal નું નિર્માણ કરેલ છે .જેના માધ્યમથી જ ઓનલાઇન અરજી કરવાની રહેશે અરજી કેવી રીતે કરવી તેની પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે

 • અરજી કરવા માંગતા અરજદારો માટે google માં એ Samaj Kalyan Portal લખીને ટાઈપ કરવું.

 • ટાઈપ કર્યા બાદ આપણી સમક્ષ એ સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ આવી જશે જેના પર ક્લિક કરવાનું રહેશે
 • ક્લિક કર્યા બાદ તમારી સામે એક હોમપેજ ખુલશે
 • જેમાં સમાજ કલ્યાણ ઉપર જો તમે પહેલાથી કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો New User Please Register Here ના ઓપ્શન પર જઈને રજીસ્ટર કરવાનું રહેશે.

 • ત્યારબાદ રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયા પછી એ સમાજ પોર્ટલમાં Citizen Log in નામનું એક ઓપ્શન આવશે તેના પર લાભાર્થીએ પોતાનું User id / Password અને Capcha Code નાખીને લોગીન કરવાનું રહેશે
 • લોગીન કર્યા બાદ લાભાર્થીએ જે જ્ઞાતિ પ્રમાણે રજીસ્ટ્રેશન કરેલું હોય તેના દ્વારા યોજનાઓ એ સમાજ કલ્યાણ https://esamajkalyan.gujarat.gov.in/ લોગીન પર બતાવતી હશે જેમાં કુંવરબાઈનું મામેરુ યોજના ના ઓપ્શન પર ક્લિક કરવું .
 • કુવરબાઈનુ મામેરુ યોજના ઓનલાઈન ફોર્મ માં જે પણ માહિતી માંગેલી હોય એ માહિતી સાચી અને સચોટ ભરવાની રહેશે ત્યારબાદ માહિતી ભર્યા પછી સબમીટ કરવાની રહેશે

 • લાભાર્થી દ્વારા અરજી સબમીટ કર્યાના બાદ એક રજીસ્ટ્રેશન નંબર અથવા અરજી નંબર તમારે સ્ક્રીન પર આવી જશે જેને સાચવીને રાખવાનો રહેશે
 • જેથી કરીને અગાઉથી આ પોર્ટલ કોઈ કારણોસર ખોલો ત્યારે તમને સરળતાથી તમારું સ્ટેટસ દેખાઈ જશે
 • ઓનલાઇન અરજી થઈ ગયા વખત ડોક્યુમેન્ટ અપલોડ માં જઈને અસલી ડોક્યુમેન્ટ કેમ કરીને અપલોડ કરવાના રહેશે
 • અપલોડ થયા બાદ તમામ ડોક્યુમેન્ટ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે આપણી અરજી કન્ફર્મ થયા બાદ અરજીની પ્રિન્ટ કાઢી લેવી અને સાચવીને મૂકી રાખવી

કુંવરબાઇનું મામેરું યોજના સ્ટેટસ જોવા ની પ્રક્રિયા [ Stetus Check ]

 • સૌથી પહેલા Sjed ની અધિકારીક વેબસાઇટ પર જવનું રહસે.
 • વેબસાઇટ પર ગયા બાદ તમારી સામે એક હોમ પેજ ખુલશે.

 • જેના તમારી અરજી ની સ્થિતિ ચેક કરવાનો વિકલ્પ સોધો

 • જો ના મળે તો login માં જઈને તમારો અરજી નો નંબર નાખી અને જન્મ તારીખ નાખી અને લોગ ઈન પર ક્લિક કરો.

 • ત્યાર બાદ સ્થિતિ તપાસો ના વિકલ્પ પર ક્લિક કરો.
 • ત્યાર બાદ આપની સામે આપની અરજીનું સ્ટેટસ આવી જશે

Kuvarbai Nu Mameru Yojana બાહેંધરી પત્રક

Click Here

કુંવરબાઇનું મામેરું યોજના હેલ્પલાઇન નંબર અને સરનામું

Helpline Number : (02833) 233014

સરનામું : જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લપંચાયત દેવભૂમિ દ્વારકા

Email : [email protected]

Conclusion

તો મિત્રો આ હતી માહિતી કુંવરબાઈનું મામેરુ યોજના વિશે જેમાં અમે સંપૂર્ણપણે વિગતવાર માહિતી દર્શાવેલી છે તો તમે પણ આ યોજનાના ખાત્રિત ઉમેદવાર છો અને તમે પણ લાભ મેળવવા માગતા હોય તો ઉપર દર્શાવેલી માહિતી અનુસાર અરજી કરી સકો છો .જો તમે કોઈ બીજી યોજના વિશે માહિતી મેળવવા માગતા હોય તો નીચે કમેન્ટ બોકસ માં કમેન્ટ કરજો અમે જલ્દી જ આર્ટીકલ પબ્લીસ કરી દઈશું. ધન્યવાદ…..!

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

2 thoughts on “કુંવરબાઈનુ મામેરુ યોજના ડોક્યુમેન્ટસ Pdf , Stetus , Online Apply | Good News | Kuvarbai Nu Mameru Yojana 2023”

Leave a Comment