મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત 2024 | અરજી કરવાની પ્રક્રિયા,દસ્તાવેજો,પાત્રતા

મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત 2024 : ગુજરાત સરકાર દીકરીઓના ભાવ ભવિષ્ય માટે ઘણી બધી કલ્યાણકારી યોજના બહાર પાડતી જ હોય છે જેમ કે વાલી દિકરી યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે પરંતુ હાલમાં જ ગુજરાત સરકારે મુખ્યમંત્રી રાજશ્રી યોજના બહાર પાડી છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ યોજના દ્વારા કન્યાઓને પુરુષ શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ આર્થિક સુવિધા પૂરી પાડવામાં આવશે તો મિત્રો આજના આર્ટીકલની મદદથી આપણે મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત વિશે સંપૂર્ણ માહિતી જોઈશું જેમ કે આ યોજનાના લાભો અને આ યોજના સાથે સંકળાયેલી તમામ માહિતી.

મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત 2024

ગુજરાત સરકાર દ્વારા દીકરીઓને લાભ આપવા માટે અનેકો નવી નવી યોજના શરૂ કરવામાં આવે છે જેમાં મુખ્યમંત્રી રાજશ્રી યોજના એક મહત્વપૂર્ણ યોજના છે.

આ યોજનાના માધ્યમથી દીકરીઓને શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ લગ્ન માટે કુલ ₹1,20,000 ની સહાય આપવામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણ માટે આર્થિક મદદ પૂરી પાડવાનો છે અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે તમને જણાવી દઈએ કે આ યોજનાનું બીજું નામ વાલી હુકમ યોજના પણ છે.

રાજશ્રી યોજના ગુજરાત હેઠળ સરકાર આર્થિક મદદ મફત શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ વિમાની પણ સુવિધા પ્રદાન કરે છે જેથી દીકરીઓને કોઈપણ જાતની સમસ્યાનો સામનો ના કરવો પડે રાજશ્રી યોજના નો મુખ્યતઃ ઉદ્દેશ્ય દીકરીઓને શિક્ષણ આપવાનો સાક્ષરતા દર વધારવાનો અને આત્મનિર્ભર બનાવવાનો છે.

મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત 2024 : વિશેષતાઓ

આ યોજના ના માધ્યમથી દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે અને આર્થિક સહાયતા પણ પૂરી પાડવામાં આવશે આ યોજનાના માધ્યમથી 1.2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

બાળકીના જન્મ પછી બાળકીને 4000 રૂપિયા આપવામાં આવશે ,જ્યારે બાળકી પહેલા ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે ગુજરાત સરકાર દ્વારા 6000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે 10 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે, દીકરીના લગ્ન સમયે ગુજરાત સરકારે તેને 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલું છે ,આ રીતે કુલ ટોટલ 1 લાખ અને 20,000 રૂપિયા 4 હપ્તા દરમિયાન આપવામાં આવશે.

મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત 2024 : પાત્રતા

 • અરજી કરનાર અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ.
 • અરજદારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ .
 • મુખ્યમંત્રી રાજશ્રી યોજનાનો લાભ પ્રથમ બે કન્યાને જ આપવામાં આવશે.
 • કોઈપણ બેંકમાં ખાતું હોવું જરૂરી છે.

મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત 2024

મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત 2024 : દસ્તાવેજો

 • આધારકાર્ડ
 • પાનકાર્ડ
 • મોબાઈલ નંબર
 • સરનામાનો દાખલો
 • બેન્ક પાસબુક
 • જન્મ નો દાખલો
 • આવકનો દાખલો
 • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
 • રાશનકાર્ડનો નંબર

Vahali Dikri Yojana 2024

મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત 2024 : કેટલી સહાય મળશે ?

સહાય ધોરણ નીચે મુજબ જણાવેલ છે.

 • પહેલો હપ્તો : જ્યારે દીકરી નો જન્મ થાય છે ત્યારે આપવામાં આવે છે આ હપ્તો 4000 રૂપિયાનો આપવામાં આવશે.
 • બીજો હપ્તો : જ્યારે દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા 6000 રૂપિયા નો હપ્તો આપવામાં આવશે.
 • ત્રીજો હપ્તો : જ્યારે દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે તેને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
 • ચોથો હપ્તો : દીકરીના લગ્ન સમયે ગુજરાત સરકાર દ્વારા તેને એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે.

ઉપર જણાવેલી માહિતી અનુસાર ચાર હપ્તામાં 1,20,000 મળવા પાત્ર રહેશે.

મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત 2024 : અરજી કરવાની પ્રક્રિયા

મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના માટે અરજી કરવા કોઈ પણ જાતની ઓફિસિયલ વેબસાઈટ કે સત્તાવાર પોર્ટલ મૂકવામાં આવ્યું નથી જેથી આ યોજનાની અરજી ઓફલાઈન જ કરવાની રહેશે .

ઓફલાઈન અરજી કરવા માટે અરજદારે પોતાના ગામની પંચાયત કચેરીમાં જઈને મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાતનું અરજી ફોર્મ લઈને તેમાં જરૂરી માહિતી ભરી તેમજ સાથે દસ્તાવેજો જોડી મામલતદાર કચેરીએ અથવા નજીકના તાલુકા કચેરીએ સબમીટ કરાવવાનું રહેશે ત્યારબાદ તમારા ફોર્મ ની ચકાસણી બાદ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે અને તમામ વસ્તુઓની ખરાઈ થયા બાદ તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત 2024 વિશે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો આ યોજના ને લગતું કોઈ પણ પોર્ટલ કે ઓફિસિયલ વેબસાઈટ જાહેર કરવામાં આવે તો અમે આ આર્ટિકલના મધ્યમથી જણાવી દઈશું. તો મિત્રો આજનો આર્ટીકલ તમને કેવું લાગ્યું નીચે કોમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરી અવશ્ય જણાવજો. જો તમે કોઈ બીજી કોઈ યોજના વિશે જાણવા માંગતા હોય તે યોજનાનું નામ લખી અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “મુખ્યમંત્રી રાજશ્રી યોજના ગુજરાત 2024 | અરજી કરવાની પ્રક્રિયા,દસ્તાવેજો,પાત્રતા”

Leave a Comment