2024 માં મળશે ખેડૂતોને 90 % સબસીડી | PM Krishi Sinchayee Yojana

PM Krishi Sinchayee Yojana : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુક્તિ જ હોય છે જેના થકી ખેડૂતોની આવકમાં બમણો વધારો અને સાથે સાથે ઘણો મોટો ફાયદો પણ થઈ રહે છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

અને મોટાભાગની સમસ્યાનો સમાધાન થઈ જાય છે આ જ પ્રકારની એક યોજના લઈને આવી છે જેનું નામ છે PM Krishi Sinchayee Yojana  કૃષિ ક્ષેત્રના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી નીવડે તેવી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે .

આ યોજના હેઠળ તમામ વિસ્તારોમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તો આજે ના લેખમાં આપણે જાણીશું આ યોજનાના લાભો અરજી કરવાની પ્રક્રિયા દસ્તાવેજ તેમજ આ યોજનાથી જોડાયેલા ઘણા બધા તત્વો તો આ લેખને ધ્યાનથી વાંચવા વિનંતી.

PM Krishi Sinchayee Yojana 2023

આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ ખેડૂતો માટે 2015માં જ આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી PM Krishi Sinchayee Yojana દ્વારા ભારત દેશના તમામ ખેડૂતોને ખેતરોના પાકો માટે સિંચાઈ ના હોવાથી ઘણા બધા પાકો નુકસાનમાં જતા હોય છે .

અને ખેડૂતો પર માટી અસર પડતી હોય છે અને યોગ્ય રીતે ખેડૂતોને જે મહેનતાનું મળવું જોઈએ તે મળતું જ નથી આ સમસ્યાનો સમાધાન લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના બહાર પાડવામાં આવી હતી આ યોજના દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે અને પાકમાં વધારો થાય તેમ જ તેમની આવક મર્યાદામાં પણ વધારો થઈ શકે.

PM Krishi Sinchayee Yojana Overview

યોજનાનું નામ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2023
વિભાગ કૃષિ વિભાગ
કોના દ્વારા બહાર પાડવામાં આવી કેન્દ્ર સરકાર
શરૂ કરવામાં આવેલ વર્ષ 2015
લાભ સિંચાઈ અને સિંચાઈ માટે ના સાધનો પૂરા પાડવા
લાભાર્થી ભારત દેશ નો ખેડૂત
યોજનાનો ઉદ્દેશ્ય સિંચાઈ અને સિંચાઈ માટે ના સાધનો પૂરા પાડવા
અરજી પ્રક્રિયા Online
સબસીડી કોઈ પણ સિંચાઈ ને લાગતા સાધનો પર 80,90% સબસીડી
ઓફિસિયલ વેબસાઈટ https://pmksy.gov.in/

People Also Read :રોડ એકસિડન્ટ કેસલેસ સ્કીમ 2024

PM Krishi Sinchayee Yojana નું 2023 નું બજેટ

આ યોજના હેઠળ 2023 માં 20,000 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવેલી છે જેમાં કેન્દ્રીય મંત્રાલયે આ રકમ ફાળવેલી છે આ યોજના દ્વારા સ્વ સહાય જૂથો ,ટ્રસ્ટ ,સહકારી મંડળીઓ ,ઉત્પાદક ખેડૂતોના જૂથો, કોર્પોરેટ કંપનીઓ અને અન્ય સભ્યો પણ સામેલ કરવામાં આવશે.

PM Krishi Sinchayee Yojana ની વિશેષતા

ખેડૂતોને સિંચાઈ પૂરતું ન મળવાના કારણે ખેતરમાં રહેલો પાક નિષ્ફળ જતો અને ઘણી બધી માઠી પરિસ્થિતિનો સામનો કરવો પડતો આ સમસ્યાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા PM Krishi Sinchayee Yojana હેઠળ ખેતરોમાં સરળતાથી સિંચાઈ મળી રહે અને પાકમાં બમણો વધારો થઈ શકે અને વધુ ઉત્પાદન જોવા મળે તેના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

જેના માધ્યમથી પાણીનો પૂરતો સ્ત્રોત બનાવવામાં આવશે જેમ કે ભૂગર્ભ જળ ,તળાવ, કુવા ,બોરવેલ ,વાવડી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ યોજનાના માધ્યમથી ખેડૂતો સિંચાઈને લગતા ઘણા બધા સાધનો પણ ખરીદી શકે છે .

અને આ ખરીદી પર તેમને સબસીડીની સુવિધા પણ આપવામાં આવશે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલથી ખેડૂત ભાઈઓને ખૂબ જ મહત્વપૂર્ણ ફાયદો થશે આ યોજનાને કારણે મજૂરી અને પૈસાની બચત થશે જેના કારણે ખેડૂતોની આવક મર્યાદામાં વધારો થશે.

ભારતના કોઈપણ ખેડૂત ભાઈઓને સિંચાઈની સુવિધા પૂરતી ન મળવાથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ આ યોજનાથી સિંચાઈ દ્વારા પાક વધવા લાગશે અને ખેડૂતોને ખૂબ જ મહત્વપૂર્ણ ફાયદો થઈ શકશે. ઉપરાંત આ યોજના દ્વારા ખેડૂત ભાઈઓએ સિંચાઈને લગતા કોઈપણ સાધનો ખરીદશે તો તેમને એ ખરીદી પર 80 થી 90 % સુધીની સબસીડી મળવાપાત્ર રહેશે.

PM Krishi Sinchayee Yojana ના લાભો

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દેશભરમાં ખેડૂતોને અપાયેલી એક મહત્વની ભેટ છે જેના માધ્યમથી ખેડૂતો પોતાના ખેતરમાં સિંચાઈ કરી શકશે અને ઘણું સારું એવું મહેનતાણું પણ મેળવી શકશે.

તેમજ PM Krishi Sinchayee Yojana દ્વારા પાણીની ઉપલબ્ધતા અને સબસીડી પણ મળવાપાત્ર રહેશે સાધનો ખરીદવા પર 80 થી 90 ટકા સબસીડી મળશે પૂરતું પાણી ન હોવાના કારણે ખેતરનો પાક નાશ થઈ જતા ખેડૂતો આત્મહત્યા જેવા હાનિકારક પગલાં ભરતા હોય છે .

અને ખૂબ જ નાસીપાસ પણ થઈ જતા હોય છે પરંતુ હવે આ યોજના દ્વારા પાણીની સુવિધા સાથે સાથે તેમનો પાક ખૂબ જ સારી રીતે ઉપદ્રવ થશે અને અનાજનું પણ ઉત્પાદન વધશે.

જે જમીન ખેતીલાયક હોય તેવા જ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે અને તે જ જમીન પર આ યોજનાનો અમલીકરણ કરવામાં આવશે આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળશે જેમની પાસે પોતાની ખેતી છે .

અને સાથે સાથે તેમને પાણીની સુવિધા માટે સબસીડી પણ આપવામાં આવશે આપણો દેશ હંમેશા તીજ એક કૃષિ પ્રધાન દેશ રહેલો છે અને મોટાભાગની જનજાતિ ખેતી પર જ પોતાનું જીવન ગુજરાન કરતી હોય છે અને મોટાભાગની અર્થવ્યવસ્થા ખેતી પર જ આધારિત હોય છે .

તેથી આપની અર્થવ્યવસ્થામાં પણ વધારો થઈ શકશે આ યોજના નો લાભ 75 ટકા કેન્દ્ર સરકાર અને 25% રાજ્ય સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવશે.
આ યોજના દ્વારા ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરી આ યોજનાનો લાભ લઈ શકે છે .

જેથી પાણીની વપરાશમાં 30 થી 40% ઘટાડો થશે અને પૂરતા પાણીની જ જરૂરિયાત પડશે જેથી વીજળીની પણ બચત થશે અને પાણીની પણ બચત થશે અને પાકની ગુણવત્તામાં પણ વધારો જોવા મળશે.

PM Krishi Sinchayee Yojana દ્વારા મળતા લાભો

 • મનરેગા યોજના સાથે ગઠબંધન પાણીનો શેડ કુવા બોરવેલ તળાવ ટપક સિંચાઈ વગેરે
 • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની પાત્રતા
 • આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જરૂરી છે
 • ખેડૂત ભારત દેશનો નાગરિક હોવો જોઈએ
 • આ યોજના ભારત દેશના તમામ ખેડૂતોને મળશે એ પછી ભલે કોઈપણ સમાજનો નાગરિક હોય.
 • 2023 માં ફેરફાર દરમિયાન ખેડૂતોને છૂટ આપવામાં આવી છે કે તેઓ ઓછામાં ઓછા પાંચથી સાત વર્ષના સમયગાળા દરમિયાન જમીન ભાડે પર લઈને પણ આ યોજનાનો લાભ લઇ શકે છે.
 • કરાર પર ખેતી કરવા ખેડૂતોને પણ લાભ મળવા પાત્ર રહેશે.

PM Krishi Sinchayee Yojana ના દસ્તાવેજો

 • આધારકાર્ડ
 • ખેડૂતોની જમીનના કાગળો ( 7,12,8a)
 • ઓળખ પત્ર
 • ફોર્મ ની નકલ
 • બેંક ખાતાની પાસબુક
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
 • મોબાઈલ નંબર

PM Krishi Sinchayee Yojana ઓનલાઈન અરજી

આ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરવા જરૂરી છે.

 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે.
 •  હોમપેજ માં MSI રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે .

 • તમારી સામે ઘણા બધા વિકલ્પો ખુલશે તે તમામ વિકલ્પો વાંચ્યા બાદ તમારી જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરવો પડશે અને તેના પર ક્લિક કરવું પડશે.
 • ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • તેમાં પૂછવામાં આવેલી માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.

 • આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વ્યૂ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે .
 • ત્યારબાદ આ યોજના સંબંધિત માહિતી તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાઈ જશે.

PM Krishi Sinchayee Yojana ના દસ્તાવેજ જોવા માટેની પ્રક્રિયા

 • સૌપ્રથમ PM Krishi Sinchayee Yojana ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
 • તમારી સામે એક હોમપેજ ખુલશે હોમ પેજમાં ડોક્યુમેન્ટ પ્લાન જોવા માટે તમારે ડોક્યુમેન્ટ પ્લાન ઓપ્શન પર ક્લિક કરવું પડશે .
 • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે અને તમારી જરૂરિયાત મુજબ જ લિંક પર ક્લિક કરવાનું રહેશે .
 • ત્યારબાદ તમારી સામે એક પીડીએફ ફાઈલ ખુલશે જેને તમે ડાઉનલોડ કરી આ યોજના.

PM Krishi Sinchayee Yojana હેલ્પલાઇન નંબર

 • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.

 • ત્યારબાદ તમારી સામે એક હોમપેજ ખુલશે એ હોમ પેજમાં Contact Tab નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે .

 • તેના પર ક્લિક કરતા તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમે કોન્ટેક્ટ ડિટેલ્સ જોઈ શકો છો.

Conclusion

તો મિત્રો આ હતી PM Krishi Sinchayee Yojana જેની અમે તમને ડિટેલમાં માહિતી આપી ચૂક્યા છે જો તમે પણ આ યોજનાના પાત્રીત ઉમેદવાર છો તો આ યોજના નો લાભ તમે ઉપર જણાવેલા સ્ટેપ્સને ધ્યાનમાં રાખીને આવેદન કરી શકો છો .

જો તમે બીજી કોઈ યોજના વિશે માહિતી મેળવવા માંગતા હોય તો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમે ટૂંક સમયમાં જ યોજના વિશેનો લેખ તૈયાર કરીને આ વેબસાઈટ પર મૂકી દઈશું.

FAQ

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

આ યોજના 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફરજ હસ્તે શરૂ કરવામાં આવી હતી

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ કયા લાભો મળવા પાત્ર રહેશે ?

આ યોજના હેઠળ કૃષિ સિંચાઈને લગતા તમામ લાભો મળવા પાત્ર રહેશે જેમાં ટપક સિંચાઈ પદ્ધતિ બોરવેલ કુવા તેમજ કોઈપણ સિંચાઈને લગતી ખરીદી પર 80 થી 90 ટકા સુધીની સબસીડી મળવા પાત્ર રહેશે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ની અરજી કેવી રીતના કરવી ?

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ની અરજી ઓનલાઇન કરવાની રહેશે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ની શરૂઆત કોણે કરી ?

આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now