5 મિનિટમાં રેશનકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરો | RationCard Ma Mobile Number Nakho

 RationCard Ma Mobile Number Nakho : ગુજરાત સરકારના ખાતે વિભાગ દ્વારા 2023 દરમિયાન APL અને BPL રાશનકાર્ડ ધરાવતા નાગરિકોને રેશનકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે રેશનકાર્ડ માં મળેલ તમામ અનાજનો જથ્થો અને તમામ વિતરણ ની માહિતી આપવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

તો રેશનકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોય તો કેટલા કાર્ડ ધારકોને કેટલો લાભ મળ્યો ,કેટલો અનાજનો જથ્થો મળ્યો અને અનાજનો જથ્થો ક્યારે મળશે તેની તમામ માહિતી મેસેજ દ્વારા જોઈ શકાશે તો આજના આ આર્ટીકલ માં  RationCard Ma Mobile Number Nakho એની તમામ પ્રક્રિયા આ આર્ટીકલ માં જણાવશો તો આ આર્ટીકલ ને ધ્યાનથી વાંચવા વિનંતી તમે ઘરે બેઠા જ આ પ્રક્રિયા આરામથી પૂર્ણ કરીને રેશનકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરી શકો છો.

હવે તમે મોબાઈલ નંબર રેશનકાર્ડ સાથે ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમથી પણ લિંક કરી શકો છો પણ મોટાભાગના લોકોને રેશનકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરતી વખતે પૂરતી જાણકારી ના હોય એટલા માટે લિંક નથી કરી શકતા તો આ જ જાણકારી અમે આ લેખમાં તમને આપીએ છીએ.

રેશનકાર્ડમાં મોબાઈલ નંબર ઓનલાઇન લિંક કરવાની પ્રક્રિયા

 • ખાદ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર ગયા બાદ તમારી સામે ખાદ્ય સુરક્ષા વિભાગ ની વેબસાઈટ નું એક ડેસ્કબોર્ડ ઓપન થશે.
 • નીચે જણાવેલા ફોટોમાં ગુજરાત ટીપીડીએસ ના એસએમએસ અલર્ટ માટે તમારો મોબાઈલ રજીસ્ટર કરાવો ના ઓપ્શન પર ક્લિક કરવું .

 • ક્લિક કર્યા બાદ તમારી સામે નીચે જણાવેલ ફોટો અનુસાર એક બેસબોર્ડ ઓપન થશે.
 • જેમાં તમારો મોબાઈલ નંબર નાખો ની બાજુના બોક્સમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે.

 • અને આગળ વધો ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
 • ક્લિક કર્યા બાદ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે તમને એસએમએસ દ્વારા મળેલ otp ના બાજુ ના બોક્સ માં નાખવાનો રહેશે.

 • અને સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર તમારા રાશનકાર્ડ સાથે રજીસ્ટર થઈ જશે.

માનવ ગરિમા યોજના 2023-24

ગુજરાત રેશનકાર્ડ ની યાદીમાં તમારું નામ ચેક કરવાની પ્રક્રિયા

 • વેબસાઈટ પર ગયા બાદ તમારી સામે એક પેરામીટર્સ ખુલશે.

 • જેમાં વર્ષ મહિનો કેપ્ચા કોડ નાખી GO ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારી સામે તમારા જિલ્લાના નામ આવી જશે .

 • જિલ્લાના નામ પર ક્લિક કરી તમારા તાલુકાનું નામ પસંદ કરો .

 • તાલુકા નું પસંદ કર્યા બાદ તમારી સામે તમામ તાલુકાના ગામોના નામ આવી જશે.

 • ત્યારબાદ એપીએલ અને બીપીએલ યાદી માં તમને એક નંબર બતાવશે તમારા ગામ અનુસાર એ નંબર પર ક્લિક કરવું.
 • ત્યારબાદ તમારી સામે રેશનકાર્ડની યાદી આવી જશે એ યાદીમાં તમે તમારું નામ જોઈ શકો છો .

આ પ્રક્રિયા પૂર્ણ કરી તમે રેશનકાર્ડ યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો.

રેશનકાર્ડ માં મળવા પાત્ર જથ્થો ઓનલાઇન ચેક કરવાની પ્રક્રિયા

 • સૌથી પહેલા તમારે ખાદ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
 • ત્યારબાદ મળવા પાત્ર જથ્થો ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે .

 • ક્લિક કર્યા બાદ પેરામીટર્સ બોક્સમાં તમારા રેશનકાર્ડ નો નંબર કેપ્ચા કોડ નાખી વ્યુ પર ક્લિક કરવાનું રહેશે.

 • ત્યારબાદ નીચે ફોટોમાં આપેલ બોક્સ ની જેમ તમારા રેશનકાર્ડ માં મળવા પાત્ર જથ્થો દેખાઈ જશે જેમાં તમે ઘઉં સિંગતેલ ચોખા મીઠું આ તમામ વસ્તુ જોઈ શકો છો.

રાશન કાર્ડ નંબર વગર મળવા પાત્ર જથ્થો જોવાની પ્રક્રિયા

 • સૌથી પહેલા ખાદ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે .
 • નીચે આપેલા ફોટો ની જેમ એક ડેશબોર્ડ ખુલશે .
 • જેમાં તમારું રેશનકાર્ડ NFSA કાર્ડ છે જો હોય તો હા ના હોય તો ના પર ક્લિક કરવું.

 • તમે ગેસ કનેક્શન ધરાવતા હોય તો હા પર ક્લિક કરવું .
 • ત્યારબાદ રેશનકાર્ડ માં જનસંખ્યા કેટલી છે એ જન સંખ્યા દર્શાવો.
 • તમારા રેશનકાર્ડ ની કેટેગરી APL ,BPL ,AAY હોય તો ત્યાં ક્લિક કરી Capcha Code નાખી View પર ક્લિક કરવું .
 • ક્લિક કર્યા બાદ તમારી સામે મળવા પાત્ર જથ્થો આવી જશે .

આ પ્રક્રિયા પૂર્ણ કરી તમે રેશનકાર્ડ માં તમને મળવા પાત્ર જથ્થો જાણી શકો છો.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી RationCard Ma Mobile Number Nakho જેમાં અમે તમને જણાવ્યું એ રેશનકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવાની પ્રક્રિયા ,ગુજરાત રેશનકાર્ડ ની યાદીમાં તમારું નામ જોવાની પ્રક્રિયા ,રેશનકાર્ડમાં મળવા પાત્ર જથ્થો, ઓનલાઇન ચેક કરવાની પ્રક્રિયા ,રેશનકાર્ડ નંબર વગર મળવા પાત્ર જથ્થો ચેક કરવાની પ્રક્રિયા આ તમામ માહિતી ઉપર મુજબ સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે તો તમે આ રીતે માહિતી તપાસ કરી શકો છો જો તમારી હજુ વધારે માહિતી જોતી હોય તો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરીને જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment