2024 મા સનેડો ખરીદવા હમણાં જ અરજી કરો | Sanedo Shahay Yojana 2023-24

Sanedo Shahay Yojana : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ હંમેશા જ લાવતી હોય છે જેમ કે જળ જીવન મિશન યોજના, ટ્રેક્ટર સહાય યોજના, સૂર્ય શક્તિ કિસાન યોજના ,તાર ફેન્સીંગ યોજના ઘણી બધી યોજનાઓ હંમેશા આવતી હોય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

જેમાંથી આ એક મહત્વપૂર્ણ યોજના છે જેનું નામ છે Sanedo Shahay Yojana ગુજરાતમાં ઘણા બધા લોકો ખેતી પર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, અને તેમને ખેતી માટેના સંસાધનો ખરીદવા માટે પૂરતી સુવિધા ન હોવાના કારણે તે સાધનો કરી શકતા નથી જેના માટે ગુજરાત સરકાર દ્વારા આ નવીનતમ યોજના બહાર પાડવામાં આવી છે .

જેમાં ખેડૂતોને કૃષિ મેળો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા તો 25000 રૂપિયા ની સહાય આપવામાં આવશે.પણ આ યોજના માં એક અપવાદ આપવામાં આવેલો છે, કે એક વાર આ યોજનાનો લાભ મળ્યા પછી 7 વર્ષ સુધી સહાય મળશે નહીં અને આ સમયે 2 વર્ષ સુધી વેચી પણ નહીં શકાય.

તો આ યોજનાની અન્ય માહિતી વિશે જાણીએ Sanedo Shahay Yojana ના ફોર્મ કેવી રીતે ભરવા ? કોણ ફોર્મ ભરી શકે છે ? અરજી કેવી રીતે કરવી ? ડોક્યુમેન્ટ, નિયમો તમામ માહિતી આજના આર્ટીકલ માં જોવા મળશે.

Sanedo Shahay Yojana News 29-12-2023

ગઈકાલે મળેલ સમાચાર અનુસાર આઇ ખેડુત પોર્ટલ પર ખેડૂતોને સનેડો સાધનની ખરીદી ઉપરના નક્કી હશે આપવા માટેની યોજના માટે ઓનલાઈન અરજીઓ તારીખ 29 -12-2023 એટલે કે આજના દિવસ થી આઇ ખેડુત પોર્ટલ પર શરૂ કરવામાં આવેલી છે .

ગુજરાત રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાના ખેડૂતોને સનેડો કૃષિ સાધન ખરીદી ઉપર નાણાકીય આર્થિક સહાય આપવામાં આવે છે જેની અરજીઓ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ પર તારીખ 29 12 2023 ના રોજ સવારે 10:00 વાગ્યાથી 30 સુધી ખેડૂત તો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવશે.

આ તમામ અરજીઓ તારીખ 28-1-2023 સુધી કરી શકાશે વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંક ની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી કરવામાં આવેલ છે જેને ધ્યાનમાં લઈએ તજના ખેડૂતોએ ખેડૂતોને કૃષિ મેળો કૃષિ સાધનની ખરીદી ઉપર નાનકીય સાહેબ આપવામાં આવે છે.

આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તેમને અરજી વખતે 8a નકલ ,આધાર કાર્ડ ની નકલ ,બેંક પાસબુક ની નકલ, સાથે રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ જ અરજીની નકલ પોતાની પાસે રાખી અને પૂર્વ મંજૂરી મળ્યા પછી અરજી સાથે જરૂરી દસ્તાવેજો આ યોજનાની સંબંધીત ખેતીવાડી વિકાસ કચેરીએ રજૂ કરવાના રહેશે .

Sanedo Shahay Yojana Overview

યોજનાનું નામ

સનેડો સહાય યોજના

ક્યારે શરૂ કરવામાં આવી 2023-24
કોણ શરૂ ગુજરાત સરકાર
વિભાગ ખેતીવાડી વિકાસ વિભાગ
લાભ સનેડા ની ખરીદી પર ૨૫% સબસીડી
લાભાર્થી ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો
ઉદ્દેશ્ય ખેડૂતો ને સબસીડી આપવા માટે
વર્ષ 2023-24
અપવાદ લાભ લીધા બાદ 7 વર્ષ સુધી લાભ નહિ મળે , સનેડો 2 વર્ષ સુધી વેચી શકાશે નહી અને ખેતી માટે જ ઉપયોગ કરવાનો રહેશે
Official Website https://ikhedut.gujarat.gov.in/

સનેડો સહાય યોજના ઉદ્દેશ્ય

Sanedo Shahay Yojana દ્વારા ખેડૂતો ને ખેતી માટે સનેડો આપવામાં આવશે જેની ખરીદી પર 25% અથવા ₹25,000 ની સબસિડી આપવામાં આવશે જેના થકી ખેડુત પોતાની ખેતી દરમિયાન પોતાના ખેતર માં પોતાના જ સાધન વળે ખેતી કરી શકે છે.

જેથી ખેડુત પોતે આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવી શકે છે અને ખેતીમાંથી વધુ ઉત્પાદન કરી શકે અને આર્થિક સ્થિતિ માં સુધારો લાવી શકે . પરિસ્થિતિ નબળી હોવાના કારણે ખેતી માટે સાધન નહિ લઈ શકતા ખેડૂતો માટે આ ઉત્તમ તક છે

સનેડો સહાય યોજના અરજી કરવાની તારીખ

આ યોજના નો લાભ લેવા માટે તમે તારીખ 29-12-2023 ના રોજ સવારે 10:30 થી અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો.

સનેડો સહાય યોજના અરજી કરવાની છેલ્લી તારીખ

તારીખ 29 જાન્યુઆરી 2024 સુધી તમે આ યોજના માટે અરજી કરી શકો છો પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે વહેલા તે પહેલાના ધોરણો નક્કી કરવામાં આવેલા છે તમારા જિલ્લામાં અથવા તમારા તાલુકામાં લિમિટેડ લાભાર્થીઓને લાભ મળી શકશે જે સૌથી પહેલા અરજી કરશે તેને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે .

જો તમે વિચારતા હોય કે હું પાછળથી અરજી કરીશ તો તમને જણાવી દઈએ કે ક્યારેક ક્યારેક Ikedut portal નું સર્વર ડાઉન પણ થઈ જાય છે તો જો તમે લાભ લેવા માંગતા હોય તો આ આર્ટીકલ વાંચ્યા પછી તમે તરત જ આ યોજનાનો લાભ લઈ શકો છો.

 

કોણ અરજી કરી શકે [ પાત્રતા અને નિયમો ]

 • સૌપ્રથમ ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જરૂરી છે.
 • ખેડૂતનું બેન્ક એકાઉન્ટ સંયુક્ત એટલે કે જોઈન્ટ એકાઉન્ટ ના હોવું જોઈએ.
 • અને જો હોય તો જોઈન્ટ એકાઉન્ટ ના સદસ્યોની સંમતિ પત્રક જરૂર થી આપવું પડશે.
 • સનેડો ખરીદ્યા બાદ બે વર્ષ સુધી વેચી શકાતો નથી.
 • સનેડા નો ઉપયોગ ખેતી પૂરતો જ કરવાનો રહેશે ઘણી જગ્યા પર ઘણા બધા લોકો સનેડામાં નાનો મોટો ફેરફાર કરી પાછળ નાનકડી ટ્રોલી બનાવીને પણ પેસેન્જર વાહ ન તરીકે ઉપયોગ કરે છે તો આ વસ્તુ ખોટી છે જે કામ માટે સહાય આપવામાં આવતી હોય એ જ કામમાં સનેડા નો ઉપયોગ કરવો.

અરજી કરવાની પ્રક્રિયા

 • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે
 • આઇ ખેડૂત પોર્ટલ પર ગયા બાદ લોગીન ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે .
 • ત્યારબાદ તમારી સામે Sanedo Shahay Yojana ની માહિતી આવશે તેમાં સનેડો સહાય યોજના ઉપર ક્લિક કરી આ યોજનાનો ફોર્મ ભરવાનું રહેશે.
 • ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન અરજીની પ્રિન્ટ કાઢી લેવી.
 • અરજી દરમિયાન ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પર સરકાર માન્ય સનેડાના વેપારી અને તેમની દુકાનની માહિતી આપવામાં આવશે.
 •  ખેડૂતોએ સનેડો ખરીદવા માટે સરકાર માન્ય વેપારી પાસેથી જ સનેડો ખરીદવાનો રહેશે.
 • સનેડો ખરીદ્યા બાદ સનેડા નું બિલ લેવું અને સનેડામાં લાગેલા એન્જિન નું બિલ પણ લેવું.

સનેડો સહાય યોજના ના દસ્તાવેજ

જો તમે આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હોય તો નીચે જણાવેલા ડોક્યુમેન્ટ અવશ્ય હોવા જોઈએ.

 • સનેડો ખરીદી અને ઓરીજનલ બિલ
 • સનેડામાં લાગેલ એન્જિન નું બિલ
 • અરજીની નકલ
 • જાતિ નો દાખલો
 • 8a ની નકલ
 • બેંક પાસબુક

આ તમામ વસ્તુઓ 60 દિવસની અંદર તમારા જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા તો જિલ્લા પંચાયતને ખરાઈ માટે મોકલવાના રહેશે ત્યારબાદ તમારા દસ્તાવેજ અને તમારા ફોર્મની ચકાસણી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તમારા ખાતામાં સનેડો સહાય યોજના ની સબસીડી જે 25% નિર્ધારિત કરેલ છે તે આપવામાં આવશે.

Conclusion

તો મિત્રો આ હતી માહિતી Sanedo Shahay Yojana વિશે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે અરજી કરી શકો છો આ યોજના વહેલા તે પહેલાના ધોરણે નક્કી કરવામાં આવેલી છે તો જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી અરજી કરવા વિનંતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment