Shramyogi Prasuti Sahay Yojana 2023 | ડિલેવરી માટે મળશે કુલ રૂ.37,500 ની સહાય |

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Shramyogi Prasuti Sahay Yojana 2023

ગુજરાત સરકાર દ્વારા  નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેમાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક તેમજ બાંધકામ શ્રમિક ની પત્નીને ગર્ભાવસ્થા દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે .

જેમાં ખાસ કરીને આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે યોગ્ય પણે ઉપચાર પણ થઈ શકતો નથી આજ સમસ્યાનું સમાધાન લઈને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકાર દ્વારા Shramyogi Prasuti Sahay Yojna ચાલુ કરવામાં આવેલ છે .

આ યોજના દ્વારા ગુજરાત રાજ્યમાં શ્રમયોગી મહિલા અથવા શ્રમયોગી પુરુષોની પત્નીઓને પ્રસુતિ દરમિયાન રૂપિયા 37,500 ની સહાય આપવામાં આવે છે આજના આ આર્ટિકલમાં આપણે જોઇશું આ યોજના વિશેની માહિતી આ યોજના માટે અરજી ક્યાંથી કરવી ? ડોક્યુમેન્ટસ કયા કયા જરૂરી છે ?યોજના પાછળનો ઉદ્દેશ્ય શું છે ?

તેમજ અન્ય માહિતી જોઈશું તો આપ સૌને નિવેદન છે કે આ આર્ટિકલને ધ્યાનથી વાંચો અને બને એટલો શેર કરો જેથી કરીને મધ્યમ વર્ગીય અને શ્રમયોગી ઘરોમાં આ યોજના વિશે ખબર હોય તો તેઓ લાભ લઈ શકે .

શ્રમયોગી પ્રસુતિ સહાય વિશે માહિતી

ગુજરાતમાં ઘણી બધી અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ કરે છે અને તેઓ ખૂબ જ ગરીબ વર્ગીય પરિવાર ના હોવાના કારણે કડિયા કામ, મજુરી જેવા અન્ય પ્રકારના કામો કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને આવવામાં જો પરિવારમાં કોઈ મહિલા ગર્ભાવસ્થા દરમિયાન હોય છે ત્યારે તેમને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે દવા, હોસ્પિટલનો ખર્ચ તેમજ પૌષ્ટિક આહાર પૂરતો નથી મળતો જેથી બાળક કુપોષણનો શિકાર બને છે આ સમસ્યાને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના લાગુ કરવામાં આવેલી છે જે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત વિભાગ દ્વારા પ્રકાશિત થઈ છે આ યોજના હેઠળ રૂપિયા 37,500 સુધીની સહાય મળવાપાત્ર છે.

Shramyogi Prasuti Sahay Yojana Overview

યોજના નું નામ

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના

રાજ્ય ગુજરાત
વર્ષ 2023
લાભ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા પોતે જ શ્રમિક હોય અને પોતે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ હોય તો પ્રથમ બે પ્રસુતિ માટે ગર્ભાવસ્થા દરમિયાન રૂપિયા 17,500 અને પ્રસુતિ બાદ 20,000 ની નાણાકીય સહાય યોજના મળવા પાત્ર છે
લાભાર્થી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલા હોય તેમને આ યોજના નો લાભ મળશે.
ઉદ્દેશ્ય આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે દવા, હોસ્પિટલનો ખર્ચ તેમજ પૌષ્ટિક આહાર પૂરતો નથી મળતો જેથી બાળક કુપોષણનો શિકાર બને છે
મળવાપાત્ર રકમ 37,500 RS
Official Website https://sanman.gujarat.gov.in/
Helpline Number 079-25502271

Also Read : તાર ફેન્સીંગ યોજના 

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ના લાભાર્થીઓ કોણ છે ?

આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યના તમામ આ વેદકો જે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલા હોય તેમને આ યોજના નો લાભ મળશે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ના નિયમો

  • આ યોજનાનો લાભ લેવા માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામના શ્રમિકોને જ લાભ મળશે.
  • અરજી મંજુર થયા પછી બેંકના ખાતામાં જ સીધા પૈસા જમા કરાવવામાં આવશે.
  • ગર્ભાવસ્થા દરમિયાન કાં તો કસ સુવાવડના કારણે કોઈપણ મહિલાનું ગર્ભ પતન થયું હોય કાં તો સુવાવડ દરમિયાન બાળકનું મૃત્યુ થયું હોય તેને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • તેના માટે PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે.
  • સહાય મેળવવા માટે ગર્ભ રહિયાના તારીખથી છ મહિનાની અંદર જ અરજી કરવાની રહેશે.
  • નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક ના કિસ્સા દરમિયાન પ્રસુતિ સહાય સમયે પહેલાની રૂપિયા 17000 રૂપિયાની સહાય માં 6 મહિનામાં જ અરજી કરવાની રહેશે. આ સિવાય ગાયનેક ડોક્ટર અથવા PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર કે પછી મમતા કાર્ડ ની નકલ ડોક્ટરનું પ્રમાણપત્ર મમતા કાર્ડની નકલમાં પ્રસુતિ ની સંભવિત તારીખ થી અરજી બોર્ડ ની કચેરીમાં દાખલ થયા તારીખના સમયગાળા ની ગણતરી દરમિયાન 6 માસમાં પૂર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઇન્વર્ટ થયેલી હોવી જોઈએ.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજનામાં મળવા પાત્ર લાભ[ Shramyogi Prasuti Sahay Yojana Benefits ]

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિક ની પત્ની ને તેના કિસ્સામાં 6000 રૂપિયા નો લાભ મળવા પાત્ર રહેશે.

જો કદાચ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા પોતે જ શ્રમિક હોય અને પોતે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ હોય તો પ્રથમ બે પ્રસુતિ માટે ગર્ભાવસ્થા દરમિયાન રૂપિયા 17,500 અને પ્રસુતિ બાદ 20,000 ની નાણાકીય સહાય યોજના મળવા પાત્ર છે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ના મારફતે કુલ રકમ ₹37,500 રૂપિયાની સહાયતા મળે છે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટેના દસ્તાવેજો [ Required Documents Of Shram Yogi Prasuti Sahay Yojana ]

  • મમતા કાર્ડ ની ઝેરોક્ષ
  • કસુવાવડ કિસ્સામાં PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ ની ઝેરોક્ષ
  • બેંક પાસબુક ની ઝેરોક્ષ
  • મહિલાનું આધાર કાર્ડ
  • સોગંદનામુ

શ્રમયોગી પ્રસુતિ સહાય માટે અરજી ફોર્મ

ગર્ભાવસ્થા દરમિયાન મળતી સહાય માટેનું ફોર્મ  Click Here
પ્રસુતિ થયા બાદ મળતી સહાય માટેનું ફોર્મ Click Here

પ્રસુતિ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ? [ How To Appyly ]

પ્રસુતિ સહાય યોજના માટે ઓનલાઈન અરજી આ મુજબ કરવી.

  • સૌથી પહેલા અરજદારે સન્માન https://sanman.gujarat.gov.in/ વેબસાઈટ પર જવું
  • વેબસાઈટ પર ગયા બાદ એક હોમપેજ ખુલશે.

  • ખુલ્યા બાદ તમને નીચે એક ફોટો બતાવેલ છે ત્યાં જો તમે પહેલાથી જ રજીસ્ટર હોય તો તમારી રજીસ્ટર આઇડી નાખવી અને પાસવર્ડ દ્વારા કેપ્ચા કોડ ટાઈપ કરી ને લોગીન કરવું.

Conclusion

ઉપર બતાવેલી માહિતી મુજબ આપ પ્રસુતિ સહાય યોજના નો લાભ લઈ શકો છો આ આર્ટિકલમાં તમને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે અને આ યોજના વિશે વધારે જાણકારી મેળવવા માટે તમે આ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને પણ જોઈ શકો છો અને માહિતી ચકાસ કરી શકો છો.

FAQ

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના કયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?

બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત વિભાગ દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના દ્વારા કેટલા રૂપિયાની સહાય મળવા પાત્ર છે?

સગર્ભાવસ્થા દરમિયાન કુલ 17,500 ની સહાયતા પ્રદાન કરવામાં આવે છે તેમજ પ્રસુતિ થયા બાદ 20000 રૂપિયા ની સહાય આમ કુલ ટોટલ બાંધકામ શ્રમિકોને 37,500 ની પ્રસુતિ સહાય આપવામાં આવે છે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટેની અરજી ક્યાંથી કરવી ?

નીચે આપેલી ઓફિસિયલ વેબસાઈટ પર જઈને આપ શ્રમયોગી વર્ષોથી સહાય યોજના માટે અરજી કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now