Taar Fencing Yojna 2023 | જંગલી પ્રાણીઓ દ્વારા બગડતા પાકો ને નુકસાન માટેની યોજના

ગુજરાત એ ખેતીપ્રધાન રાજ્ય હોવાથી મોટાભાગની જનજાતિ ખેતી પર જ પોતાનું જીવન વ્યતીત કરતી હોય છે . અને ખેતીના સહારે જ પોતાનું ગુજરાન ચલાવતી હોય છે તેના માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી લાભદાયી યોજનાઓ બહાર પાડવામાં આવે છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

જેમકે ટ્રેક્ટર સહાય યોજના, તાડપત્રી સહાય યોજના, ખેતી પાક નુકસાન યોજના અને માવઠા દરમિયાન પાકને નુકસાન થતું હોય ત્યારે પણ કોઈને કોઈ યોજના બહાર પાડવામાં આવતી હોય છે આવી જ રીતે જંગલી જાનવરોના કારણે ખેતરના પાકો ખૂબ જ મોટા પ્રમાણમાં બગડી જાય છે.

આ જ સમસ્યાનો સમાધાન લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ Taar Fencing Yojna 2023 ikhedut portal પર ઓનલાઈન મૂકવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને તેનો લાભ મળશે અને તેઓ પોતાના ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના ના માધ્યમથી ફેન્સીંગ તારની વાડી બનાવી શકશે

તો આજના આ આર્ટિકલમાં આપણે જોઇશું આ યોજના વિશેની માહિતી જેમકે આ યોજના નું હેતુ શું છે ? આ યોજનાના ફાયદા શું છે ? યોજનાનો લાભ લેવા માટે તેની પાત્રતા શું છે ? કયા કયા પુરાવા જોઈશે ? ઓનલાઇન અરજી કેવી રીતના કરવી ? અને અન્ય ઘણી બધી માહિતી આજના આ આર્ટિકલમાં હું તમને જણાવી રહ્યો છું તો આર્ટીકલની ધ્યાનથી વાંચવા વિનંતી.

Taar Fencing Yojna 2023

Taar Fencing Yojna દ્વારા ખેડૂતોને જંગલી પ્રાણીઓ જેવા કે નીલગાય ,ભૂંડ ,વાંદરા જેવા અન્ય પ્રાણીઓ દ્વારા કૃષિ પેદાશોને ઘણી બધી અસરો પડે છે અને પાક બગાડવાના કારણે પાક થઈ જાય છે. અને ખેડૂતોને જે મહેનતાનું મળવું જોઈએ તે પણ મળતું નથી

ગુજરાત રાજ્ય દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ના મારફતે તાર ફેન્સીંગ યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજનાના મૂડ સ્વરૂપે 2005 માં શરૂ થઈ ગઈ હતી પરંતુ એમાં ઘણા બધા ફેરફારો થયા છે ખેડૂતોના પાકને નુકસાન ન પહોંચશે અને તેમની આજીવિકા કાયમ રહે અને આવક બમણી થાય જેના કારણે આ યોજના લાગુ કરવામાં આવેલી છે.

ગુજરાત રાજ્ય કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઘણા બધા ફેરફારો થયા જેમાં પહેલા પાંચ હેક્ટર જમીન હોય તો જ યોજનાનો લાભ લઈ શકાતો પરંતુ હવે એ હેક્ટર જમીન હોય તો પણ તાર ફેન્સી યોજનાનો લાભ લઇ શકાશે . આ ફેરફાર નાના ખેડૂતોને ધ્યાનમાં લઇ કરવામાં આવેલો છે. જેથી ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને તાર ફેન્સીંગ યોજના નો લાભ મળી શકે.

Taar Fencsing Yojna Overview

યોજના નું નામ Taar Fencsing Yojna
વિભાગ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
રાજ્ય ગુજરાત રાજ્ય
વર્ષ 2023
ઉદ્દેશ્ય જેમાં ભૂંડ નીલ ગાય વાંદરા જંગલી હરણ તેમજ અન્ય પ્રાણીઓ ના ભયથી ઘણા બધા પાકોને નુકસાન
લાભ થતું અટકાવવા માટે
લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો
સહાયતા ની રકમ 5 હેક્ટર જમીન માલિકોને જ આ યોજના નો લાભ મળતો જેના માટે સરકારશ્રીએ ફરી એક નવો કાયદો અમલમાં લાવતા જણાવ્યું કે હવે 2 હેક્ટર જમીન માલિકોને પણ આ યોજના દ્વારા લાભ લઇ શકાશે.

આ યોજના દ્વારા લાભાર્થીઓને મીટર દીઠ 200 રૂપિયાની સહાય પ્રદાન કરવામાં આવે છે.

ખેતરની ફરતે તારની ફેન્સીંગ દરમિયાન થનારા ખર્ચના 50% કાં તો બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય મંજૂર કરવામાં આવશે.

Official Website https://ikhedut.gujarat.gov.in/

Also Read : Sukanya Samriddhi Yojana

તાર ફેન્સીંગ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય

વધતા જતા જંગલી જાનવરોની વસ્તી તેમજ નુકસાનકારક કૃતિઓ ના કારણે તાર ફેન્સીંગ યોજના અમલમાં મુકવામાં આવી જેમાં ભૂંડ નીલ ગાય વાંદરા જંગલી હરણ તેમજ અન્ય પ્રાણીઓ ના ભયથી ઘણા બધા પાકોને નુકસાન થતા અને ખેડૂતોની મહેનત પર પાણી ફરતું.

જેના કારણે ખેડૂતો જે આર્થિક રીતે પછાત વર્ગના છે જેમને માઠું નુકસાનનો સામનો કરવો પડતો. આ જ સમસ્યાનો હલ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા Taar Fencing Yojna અમલમાં મૂકવામાં આવી હતી.

તાર ફેન્સીંગ યોજના ના મહત્વના ફાયદા

  • જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે 5 હેક્ટર જમીન માલિકોને જ આ યોજના નો લાભ મળતો જેના માટે સરકારશ્રીએ ફરી એક નવો કાયદો અમલમાં લાવતા જણાવ્યું કે હવે 2 હેક્ટર જમીન માલિકોને પણ આ યોજના દ્વારા લાભ લઇ શકાશે.
  • આ યોજના દ્વારા લાભાર્થીઓને મીટર દીઠ 200 રૂપિયાની સહાય પ્રદાન કરવામાં આવે છે.
  • ખેતરની ફરતે તારની ફેન્સીંગ દરમિયાન થનારા ખર્ચના 50% કાં તો બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય મંજૂર કરવામાં આવશે.

તાર ફેન્સીંગ યોજના માટેની પાત્રતા શું છે ?

Taar Fencing Yojna દ્વારા વ્યક્તિગત ખેડૂતો અને ખેડૂતોના જૂથ જેમ કે સાત બાર આઠ ની નકલમાં જેટલા વ્યક્તિઓના જૂથ હશે એ પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો નીચેની પાત્રતા મુજબ ફાળવવામાં આવ્યા છે.

  • તાર ફેન્સીંગ યોજના નો લાભ લેવા માટે ગુજરાતના નાગરિક હોવું જરૂરી છે.
  • ગુજરાતના તમામ ખેડૂતો જે સીમંત અને નાના વર્ગના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે
  • હાલમાં આવેલા સમાચાર મુજબ હવે બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને પણ લાભ મળશે.
  • ખેડૂતો પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે
  • જે ખેડૂતો 7/12 અને 8 અ ધરાવતા વિસ્તારના હોય તે ખેડૂતોને લાભ મળવા પાત્ર રહેશે

તાર ફેન્સીંગ યોજના નો લાભ લેવા માટે ડોક્યુમેન્ટસ

  • ઓનલાઇન અરજીઓની સહી વાડી ઝેરોક્ષ અને તમામ ખાતેદારોના કિસ્સામાં બાહેદરી પત્રક
  • 7/12/ 8અ ની નકલ
  • વન અધિકાર પત્રની નકલ ( જો હોય તો )
  • રદ થયેલ ચેક અથવા બેંક પાસબુક ની નકલ
  • આધાર કાર્ડ ની નકલ
  • કબુલાત નામુ અને સ્વ- ઘોષણાપત્રક
  • ડી માર્ક્સન વાળો નકશો

તાર ફેન્સીંગ યોજના માટે અપાતા મટીરીયલ્સ

  • થાંભલો ઊભો કરવા માટે ખાડો ખોદવામાં આવે છે જે ખાડાનું માપ 0.40 મીટર પહોળું 0.40 મીટર લાંબુ અને 0.60 મીટર ઊંડું હોવું જરૂરી છે.
  • થાંભલા ની સાઈઝ : 2.50 મીટર ઊંડાઈ 0.10 મીટર જાડાઈ 0.10 મીટર પહોળાઈ હોવી જરૂરી છે.
  • 3 મીટર ના અંતરમાં બે થાંભલા હોવા જરૂરી છે.
  • સહાયક થાંભલા મુકવાનું અંતર દર 15 Metter એ રહ્યું જરૂરી છે જેનું માપ અને સાઈઝ મૂળ થાંભલા પ્રમાણે જ રહેશે
  • થાંભલા રોપાયા બાદ તેના પાયામાં સિમેન્ટ અને કોંક્રેટ નું પુરાણ કરવું જોઈશે
  • 2.50 MM કાંટાળા તાર માટે લાઈન વાયર અને પોઇન્ટ વાયર રહેશે.
  • જે કાંટાળા તારા હોય છે તેની લાઈન માટેના વાયર અથવા તાર ISI ના માર્કા વાળા હોવા જરૂરી છે ડબલ વાયર Gelvenazied તેમજ G.I Corted હોવા જરૂરી છે.
  • ક્યારેક વાળ ની નીચે થી પણ જાનવરો પ્રવેશ કરતા હોય છે એના માટે વાળ ની નીચે લોખંડ ની જાળી પણ રાખી શકાશે .
  • લોખંડ ની જાડી લગાવવા માટે થોડી ઊંડાણ માં જાળી ને દબાવવાની રહેશે. જેમાં નીચે ના ભાગ થી 0.92 મીટર અને જાળી ના તાર નો વ્યાસ 3.2 MM અને મેસ સાઈઝ ના 100 MM સુધી રાખી શકાશે.

તાર ફેન્સીગ યોજના નો લાભ લેવા માટે અરજી આ મુજબ કરવી

તાર ફેનસિંગ યોજના નો લાભ લેવા માટે ikhedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે જે આવેદકો પોતાની ગ્રામ પંચાયત ના મારફતે અરજી કરી શકાય છે . અથવા તો જે પણ કોમ્પ્યુટર ના માધ્યમ થી ફોર્મ ભરતા હોય ત્યાં થી પણ અરજી કરી શકો છો.

અરજી કરવા માટે નીચે ના સ્ટેપ્સ ફોલો કરો.

  • સૌથી પહેલા Ikhedut portal ની ઓફીસિયલ વેબસાઇટ પર જવાનું રહસે.

  • તમે આ લિંક ના માધ્યમ થી પણ વેબસાઇટ ખોલી સકો છો.   https://ikhedut.gujarat.gov.in/ 
  • વેબસાઇટ ખુલ્યા પછી તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર એક પેજ ઓપન થશે.
  • જેમાં તમારે યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

  • ત્યારબાદ અનુક્રમ નંબર 1 પર આવેલી ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવું.
  • ત્યારબાદ તાર ફેન્સીંગ યોજના 2023 પર ક્લિક કરવું.

  • ક્લિક કર્યા પછી તમારી સામે તમામ માહિતી આવી જશે એ વાંચ્યા પછી તમે અરજી કરી શકો છો.
  • જો તમે પહેલાથી જ Ikhedut portal પર રજીસ્ટર કરેલું હોય તો હા ના ઓપ્શન પર ક્લિક કરો અને જો નથી કર્યું તો નાના ઓપ્શન પર ક્લિક કરવું.
  • જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખી કેપ્ચા કોડ પૂર્ણ કરી સબમિટ કરો.

નવું રજીસ્ટ્રેશન આઇ ખેડૂત પોર્ટલ પર કઈ રીતે કરવું ?

  • સૌથી પહેલા ikhedut portal ઓફિશિયલ વેબસાઈટમાં જવું.

  • અને ત્યાં રજીસ્ટ્રેશન માં જઈને New Registration પર ક્લિક કરવું.

  • ત્યારબાદ Online Form ને સટીક માહિતી આપી એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • અને ફરીથી આપેલી માહિતી Check કર્યા બાદ Application Comform કરવાની રહેશે.
  • કારણ કે એક વખત એપ્લિકેશન કન્ફર્મ થયા પછી કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહીં.
  • Application Comformકર્યા બાદ ખેડૂત અરજી નંબર ના આધારે પ્રિન્ટ કરાવી લેવી અને તેને સાચવીને મૂકી દેવી

નિષ્કર્ષ 

તો આ હતી તાર ફેન્સીંગ યોજના જેની તમામ માહિતી મે આર્ટીકલ માં આપેલી છે તો તમે પણ એક ખેડૂત છો અને ખરેખર તમારા પાકને પણ નુકસાન પહોંચે છે તો તમે જંગલી જાનવરો દ્વારા થતી હેરાનગતિ થી બચવા માટે ગુજરાત સરકારની તાર ફેન્સીંગ યોજના નો લાભ લઈ શકો છો.

જો કદાચ તમે બીજી કોઈ યોજના ની માહિતી મેળવવા માંગતા હોય તો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં અમને યોજનાનું નામ લખી કમેન્ટ કરી શકો છો અમે કોશિશ કરીશું કે યોજના વિશે પૂરી માહિતી લઈને આ જ વેબસાઈટ પર આર્ટીકલ મૂકી દઈશું ધન્યવાદ.

FAQ

ખેતર ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના કઇ છે?

તાર ફેન્સીંગ યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખેતર ફરતે તાર ફેન્સીંગ બનાવી શકાય છે.

તાર ફેન્સીંગ યોજનામાં મીટર દીઠ કેટલા રૂપિયાની સહાય મળે છે ?

તાર ફેન્સીંગ યોજનામાં રૂપિયા 200ની સહાય મળે છે

તાર ફેન્સીંગ યોજના માટે અરજી ક્યાંથી કરવી?

તાર ફેન્સી યોજના માટે અરજી આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન કરવાની રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

1 thought on “Taar Fencing Yojna 2023 | જંગલી પ્રાણીઓ દ્વારા બગડતા પાકો ને નુકસાન માટેની યોજના”

Leave a Comment