Vahali Dikri Yojana 2024 | 5 મિનિટમાં વ્હાલી દિકરી યોજનાનું ફોર્મ ભરો

Vahali Dikri Yojana : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઘણી બધી સરકારી યોજના દીકરી માટે બહાર પાડવામાં આવે છે જે કુંવરબાઇ નું મામેરુ ,બેટી બચાવો બેટી પઢાઓ યોજના એવી ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેમાં વ્હાલી દીકરી યોજના ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ યોજનાથી ઘણી બધી જન્મ થયેલી દીકરીઓને લાભો મળેલ છે વ્હાલી દિકરી યોજના માટેની અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ,ડોક્યુમેન્ટસ ,યોજના પાછળનું ઉદ્દેશ્ય, વિશેષતાઓ આ તમામ  જાણકારી આજના આર્ટીકલ માં અમે તમને જણાવીશું તો અમારો આ આર્ટિકલ ધ્યાનથી વાંચવા વિનંતી

વ્હાલી દિકરી યોજના 2023-24

ગુજરાત સરકાર દ્વારા Vahali Dikri Yojana ની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના દ્વારા દીકરીના શિક્ષણ માં સુધારો કરવા સાક્ષરતાનું પ્રમાણ વધારવા માટે અને બાળ જન્મને ધ્યાનમાં લઇ તેને પ્રોત્સાહન તેમજ આર્થિક સુવિધા પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે વાલી દિકરી યોજના અંતર્ગત અરજદારની બે દીકરીઓને સહાય મળવા પાત્ર રહેશે બાળકીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયેલી આ યોજના વિશે ચાલો વધુ માહિતી લઈએ.

Vahali Dikri Yojana Overview

યોજનાનું નામ

વ્હાલી દિકરી યોજના

કોણ શરૂ કરી ગુજરાત સરકાર
વિભાગ મહિલા અને બાળવિકાસ વિભાગ
લાભ 110000 રૂપિયા ની સહાય
લાભાર્થી ગુજરાત રાજ્ય ની બાળકીઓ
ઉદ્દેશ્ય આર્થિક સહાયતા આપવા
ઓફિસિયલ વેબસાઈટ Soon
Toll Free Number 079-232-57942
Form Pdf Click Here

ગુજરાત વ્હાલી દિકરી યોજના નું મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય [ Objects ]

આપણા ભારતમાં પહેલાના સમયમાં દીકરી જન્મતાની સાથે જ ભૃણ હત્યાનો શિકાર બનાવવામાં આવતો અને દૂધ પીતી પ્રથાનો પણ રિવાજ હતો અને હાલના તબક્કે પણ દીકરી પર થતા અત્યાચારો ધ્યાનમાં લઇ દીકરીઓને પોતાનું ભવિષ્ય સુધારવા માટે શિક્ષણમાં વધારો કરવા માટે સાક્ષરતા દરમાં વધારો કરવા માટે Gujarat Vahali Dikri Yojana શરૂ કરવામાં આવી છે .

આ યોજના દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાયતા મળવા પાત્ર રહેશે જેથી દીકરીઓને ભણતર દરમિયાન થતી અસગવડ નહીં થાય , અને બાળ લગ્નમાં પણ ઘટાડો જોવા મળે જેથી દીકરીઓ ભણી ગણીને પોતાનું તેમ જ પોતાના મા બાપનું નામ રોશન કરી શકે અને સમાજમાં એક ઉચ્ચ ગુણવત્તા ભર્યું નામ રોશન કરી શકે.

વ્હાલી દિકરી યોજના ના ફાયદા અને વિશેષતાઓ [ Feature ]

Vahali Dikri Yojana ને કારણે ગુજરાતની મહિલાઓ સશક્ત બનશે છોકરીઓને શિક્ષણ મળશે ,છોકરીઓમાં સાક્ષરતા દરમાં વધારો જોવા મળશે, બાળ લગ્ન અટકશે, મહિલા બેરોજગારી પણ અટકશે આમ દીકરીઓના હિત માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

 આ યોજનાનો મહત્વપૂર્ણ ફાયદો એ છે કે ગુજરાત સરકાર દ્વારા બાળકી ને ₹1,10,000 સુધીની સહાય આપવામાં આવશે જેમાં કુલ ત્રણ હપ્તા હશે અને આ સહાય સીધી બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે જેથી બાળકીઓને ભણતર દરમિયાન કોઈપણ જાતની અડચણ નહીં રહે અને 18 વર્ષની થાય ત્યારે તેમના લગ્નમાં પણ આ રકમનો ઉપયોગ કરી શકે છે.

વ્હાલી દિકરી યોજના ત્રણ હપ્તા આ રીતે ચૂકવવામાં આવશે

 1. પહેલો હપ્તો : જ્યારે દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 4000 નો હપ્તો બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
 2. બીજો હપ્તો : જ્યારે દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 6,000 નો હપ્તો બેક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માં આવશે
 3. ત્રીજો હપ્તો : આ હપ્તો છેલ્લો હપ્તો છે જ્યારે દીકરી 18 વર્ષની થાય અને લગ્ન સમયે રૂપિયા 100000 નો હપ્તો બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

વ્હાલી દિકરી યોજના ની પાત્રતા [ Eligibility Criteria ]

 • અરજદાર મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
 • કોઈપણ પરિવારની વધુમાં વધુ બે દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

વ્હાલી દીકરી યોજના વય મર્યાદા [Age Limits ]

 • 2 ઓગસ્ટ 2019 પછી જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકશે.
 • દીકરીના જન્મનો સમયે માતાની ઉંમર 18 વર્ષથી વધુ હોવું જરૂરી છે.

વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા [ Income Limits ]

 • કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
 • દીકરીના માતા પિતા સરકારને ટેક્સ ભરતા ન હોવા જોઈએ.

વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટસ [ Documents ]

 • બેંક પાસબુક
 • દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
 • આવકનો દાખલો
 • ડોમિસાઈલ પ્રમાણપત્ર
 • માતા પિતાનો ઓળખ નો દાખલો
 • પાસપોર્ટ સાઇઝના ફોટા

વ્હાલી દીકરી યોજના હેઠળ પસંદગી પ્રક્રિયા [ Selection Process ]

 • સૌપ્રથમ અરજી ફોર્મ માંગવામાં આવશે .
 • ત્યારબાદ આ યોજનાને લગતા અધિકારીઓ દ્વારા અરજી ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે .
 •  લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે .
 • અને છેલ્લે લાભાર્થી ના ખાતામાં હપ્તા ટ્રાન્સફર કરવામાં આવશે.

વ્હાલી દિકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા [ Online Apply ]

ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો

 • સૌપ્રથમ ગ્રામ પંચાયત અથવા કોમ્પ્યુટર નું કામ કરતા કર્મચારીને મળવું .
 • ત્યારબાદ તેને વ્હાલી દિકરી યોજના નું ફોર્મ ભરવા બાબત જણાવો .
 • ઓનલાઇન વેબસાઈટ ના માધ્યમથી એ અધિકારી તમારું ઓનલાઇન ફોર્મ ભરી દેશે .
 • ત્યારબાદ ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે .
 •  ડોક્યુમેન્ટસ અપલોડ કર્યા બાદ તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા બાદ તમે Vahali Dikri Yojana નો લાભ લઈ શકો છો

વ્હાલી દિકરી યોજના ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા [ Offline Apply ]

 • સૌપ્રથમ નીચે આપેલી લીંક પર ક્લિક કરી એક અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે .

Click Here

 • અને અરજી ફોર્મ માં માંગેલી માહિતી તમારે સાચી ભરવાની રહેશે.
 • તમામ માહિતી ભર્યા બાદ માંગેલા ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડી દેવા.
 • અને જનસેવા કેન્દ્ર અથવા તાલુકા સેવા સદનમાં Vahali Dikri Yojana ના અધિકારીને આ ફોર્મ આપી દેવું .
 • ત્યારબાદ એ અધિકારી તમારા ફોર્મ ની ચકાસણી કરશે.
 • અને સબંધિત વિભાગમાં મોકલશે
 • ત્યારબાદ તમને આ યોજનાનો લાભ મળશે

વહાલી દીકરી યોજના ફોર્મ pdf

Form Pdf

Note : આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની કોઈપણ પ્રકારની ઓફિશિયલ વેબસાઈટ કે ઓફિશિયલ પોર્ટલની શરૂઆત થઈ હતી જો તમારે ઓનલાઇન અરજી કરવી હોય તો ઉપર જણાવેલી માહિતી ને ધ્યાનમાં લઈને જ ઓનલાઇન અરજી કરવાની રહેશે જો ભવિષ્યમાં આ યોજના માટે કોઈ ઓફિશિયલ વેબસાઈટ અથવા કોઈ પોર્ટલની શરૂઆત કરવામાં આવશે તો અમે આ જ આર્ટીકલ માં અપડેટ કરી દઈશું

Conclusion

તો મિત્રો આ હતી માહિતી ગુજરાત વ્હાલી દિકરી યોજના વિશે તમે ઉપર જણાવેલ સ્ટેપ ફોલો કરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો તમને આ આર્ટીકલ કેવો લાગ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરી અવશ્ય જણાવજો અને જો તમે ચાહો છો તમે કોઈ બીજી યોજના ની માહિતી લઈને આવી તો નીચે જણાવેલા કમેન્ટ બોક્સમાં યોજનાનું નામ લખી અમને જણાવજો અમે ટૂંક જ સમયમાં યોજના વિશે પૂરી રિસર્ચ કરી માહિતી લઈને આવી જઈશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now