[SSY] 2024 માં દીકરીનું ભવિષ્ય બનાવો | Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana : કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્ય માટે દીકરીઓને શિક્ષણ આપવા માટે સશક્ત તેમજ આત્મનિર્ભ ની સાથે સાથે લગ્નનો ખર્ચો ઉઠાવવા માટે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજના ની શરૂઆત કરવામાં આવી છે .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ યોજનાના માધ્યમથી 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના માતા પિતાને તેના ભાવિ ભવિષ્ય માટે દીકરીને સશક્ત આત્મ નિર્ભર અને રોજગાર લક્ષી બનાવવા માટે આ યોજનાની શરૂઆત કરી છે .

આ યોજના દ્વારા દીકરીના માતા પિતા 250 રૂપિયા થી લઈને ₹1,5 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજના ફક્ત દીકરીઓ માટે જ બનાવેલી છે દીકરીઓને સશક્ત બનાવવા માટે યોજના શરૂ કરવામાં આવી છે .

આ યોજનાના માધ્યમથી મા બાપ 15 વર્ષ માટે રોકાણ કરી દીકરીના શિક્ષણ તેમજ લગ્ન ખર્ચ માટે રોકાણ કરી શકે છે ,જેથી દીકરીને ભવિષ્યમાં આર્થિક સમસ્યાનો સામનો કરવો નહીં પડે તો આજના આ આર્ટિકલમાં અમે તમને સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે બધી જ માહિતી આપવા જઈ રહ્યા છે તો અમારા આ આર્ટીકલ ને ધ્યાનથી વાંચવા વિનંતી.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024

આ સ્કીમ નો લાભ લેવા માટે દીકરીના મા-બાપ અથવા દીકરીના કોઈપણ વાલી નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જઈને સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું ખોલાવી શકે છે અને વાર્ષિક ₹10,000 ની રકમ જમા કરાવી શકે છે .

દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે 4.48 લાખ રૂપિયાની રકમ મળવા પાત્ર રહેશે આ રકમથી દીકરીઓના ભવિષ્ય સુંદર છે શિક્ષણ સ્તરમાં પણ વધારો આવશે અને દીકરીઓ પોતે સશક્ત થઈને આત્મનિરભર બનીને પોતાનું આગળનું ભણતર ભણી શકશે.

આ યોજના દ્વારા દીકરીઓને ઊંચું વ્યાજદર મળશે જેના થકી દીકરીઓ અભ્યાસ માટે કોઈપણ જાતની પરિસ્થિતિ નો સામનો કરવો નહીં પડે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જઈને Sukanya Samriddhi Yojana નું ખાતું ખોલાવી શકો છો અને દર વર્ષે 10000 રૂપિયાની રકમ રોકાણ કરી શકો છો.

Sukanya Samriddhi Yojana Overview

યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના
ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2025
કોણ શરૂ કરી કેન્દ્ર સરકાર
વિભાગ બાળ વિકાસ વિભાગ
લાભ રોકાણ કર્યા બાદ 21 વરસે મળશે લાભ
લાભાર્થી ભારત ની તમામ દીકરીઓ
ઉદ્દેશ્ય દીકરીઓ ના ભવિષ્ય માં સુધારો લાવવું
વર્ષ 2024
રોકાણ રકમ ઓછા માં ઓછા 250 વધુ માં વધુ 1.5 લાખ
પરિપક્વ થતાં મળતી રકમ રોકાણ રકમ ના 8%
વ્યાજ 8%

 

Vahali Dikri Yojana 2024

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજ અને લાગતો ટેક્સ

મિત્રો તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર 8 % વ્યાજ મળવા પાત્ર રહેશે અને આ વ્યાજ પર જુલાઈથી સપ્ટેમ્બર આ ત્રણ મહિનાના કાળા માટે 8 % નિર્ધારિત કરેલ છે.

પાકેલી રાશિ પર લાગતો ટેક્સ

તમને જણાવી દઈએ કે ઇન્કમટેક્સ એક્ટ 80 ( c ) દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાકેલી રકમ પર કોઈપણ જાતનો ટેક્સ આવતો નથી તમારી આ રકમ ટેક્સ ફ્રી હશે પરંતુ જો તમે વરસમાં રૂપિયા 1.5 લાખ સુધીનો રોકાણ કરો છો તો તમને ટેક્સથી છૂટ મળશે અને તમને મળતા રિટર્ન પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગે નહીં.

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રિટર્ન ક્યારે મળશે ?

આમ તો Sukanya Samriddhi Yojana નો લાભ લેવા માટે રિટર્ન ની મુદત 21 વર્ષની હોય છે પરંતુ તમારે ઓછામાં ઓછું 15 વર્ષ માટે આ યોજના હેઠળ રોકાણ કરવું અનિવાર્ય છે જો ખાતું તમે 15 વર્ષ પછી બંધ કરો છો તો 6 વર્ષ પછી તમને રિટર્ન મળશે અને આ યોજના હેઠળ નક્કી કરવામાં આવેલ 8% વ્યાજ તમારા બાકી રહેલા 6 વર્ષ સુધી તમારા દ્વારા કરાવેલી ડિપોઝિટ રકમ પર મળતું રહે છે .

જો તમે તમારી બાળકી જે નવજાત છે તેનું ખાતું ખોલાવશો તો 21 વર્ષ સુધી તેનો રિટર્ન્સ તમને મળી જશે અને જો તમારી ચાર વર્ષની દીકરી માટે ખાતું ખોલાવો છો તો તમને 25 વર્ષ ની ઉંમર દીકરીની થશે ત્યારે તમને રિટર્ન્સ મળવા પાત્ર રહેશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી રકમ રોકાણ કરી શકાય છે ?

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ઓછામાં ઓછી 250 રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે અને વધુમાં વધુ એક વર્ષ દરમિયાન 1.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે જો પોતાની સગવડ હોય તો એક વર્ષ સુધીમાં વધુમાં વધુ 1.5 લાખ સુધીની રકમ તમે જમા કરાવી શકો છો. જેમાં તમે મહિના દરમિયાન હપ્તા કરી શકો છો .

અને તમે ચાહો તો 250 રૂપિયા એક મહિના માટે પણ જમા કરાવી શકો છો. તમારી ઈચ્છા અનુસાર મહિનામાં તમે 12,500 રૂપિયા જમા કરાવીને વર્ષના અંતમાં 1, 5 લાખ રૂપિયા સુધીની રકમ તમે જમા કરાવી શકો છો.

અને જો કદાચ વરસ દરમિયાન 1,11,400 સુધીનો રોકાણ કરો છો તો તમને 50 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મળવા પાત્ર રહેશે આ માહિતી સુકન્યા સમૃદ્ધિ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પરથી લેવામાં આવેલી છે તો દરેક અવેદકોએ તેની નોંધ લેવા વિનંતી.

સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું કઈ બેંકમાં ખોલવું ?

  • બેંક ઓફ મહારાષ્ટ્ર
  • icici bank
  • પંજાબ નેશનલ બેંક [ PNB ]
  • એક્સિસ બેન્ક
  • યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા
  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા [ CBI ]
  • એચડીએફસી [ HDFC ]
  • કેનેરા બેન્ક
  • બેન્ક ઓફ બરોડા [ BOB ]
  • બેંક ઓફ ઇન્ડિયા  [ BOI ]
  • આઇડીબીઆઇ બેન્ક [ IDBI ]
  • ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક
  • પંજાબ એન્ડ સિંધ
  • બેન્ક ઓફ મહારાષ્ટ્ર
  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા [ SBI ]
  • ઇન્ડિયન બેંક

આમ ઉપર જણાવેલ ખાનગી બેંકમાં તમે Sukanya Samriddhi Yojana નું ખાતું ખોલાવી શકો છો અને તેમાં નિવેશ કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા મળતા લાભો અને તેની વિશેષતાઓ

સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત કોઈપણ માતા પિતા અથવા દીકરીના કોઈપણ વાલી ઓછામાં ઓછા ૨૫૦ રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે આ યોજનાના માધ્યમથી દસ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓના નામે થાતું પગલાવી તેમાં રોકાણ કરી શકાશે અને 21 વર્ષ બાદ રોકાણની રકમ 8% વ્યાજ પર મળશે સુકન્યા સમૃદ્ધિ યોજના એક સરકારી યોજના છે.

રોકાણ દરમિયાન 21 વર્ષ બાદ વળતર મળશે જ તેની ખાતરી પણ આપે છે. આ યોજના દરમિયાન રોકાણ કરેલી રકમ જ્યારે છોકરી અઢાર વર્ષની થાય ત્યારે તેના શિક્ષણ માટે કે પછી અન્ય કોઈ વસ્તુ માટે 50% રકમ ઉપાડી શકાય છે .

કોઈપણ માતા પિતા કોઈ છોકરીને દત્તક લીધી હોય તે પણ Sukanya Samriddhi Yojana નો લાભ લઈ શકે છે સમાચાર અનુસાર 2023 24 મુજબ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8% નો વ્યાજ આપવામાં આવે છે દીકરી જ્યારે 18 વર્ષની થાય છે ત્યારે પોતાનું એકાઉન્ટ જાતે જ સંભાળી શકે છે

સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાત્રતા

  • Sukanya Samriddhi Yojana નો લાભ લેવા માટે મૂળ ભારતના વતની હોવું જરૂરી છે
  • આ યોજના અંતર્ગત ખાતું ખોલાવવા દીકરીના માતા પિતા હોવું જરૂરી છે.
  • દીકરી દત્તક લીધી હોય તો પણ ખાતું ખોલાવી શકે છે
  • પરિવારની બે દીકરીઓ હોય તો પણ આ યોજનાનો લાભ લઈ શકાય છે પરંતુ એક જ દીકરી માટે અલગ અલગ ખાતા ખોલી શકાતા નથી

સુકન્યા સમૃદ્ધિ યોજના માટેના જરૂરી દસ્તાવેજો

  • દીકરી નો જન્મ નો દાખલો
  • સરનામાનો દાખલો [ જે તમે ગ્રામ પંચાયત પાસેથી લઈ શકો છો ]
  • માતા પિતાનું પાનકાર્ડ
  • માતા પિતાનું આધાર કાર્ડ
  • આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

  • સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લેવા માટે ખાતું ખોલાવવું અવશ્ય છે .
  • ખાતું ખોલવા માટે સર્વ પ્રથમ તમારી નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા ઉપર જણાવેલી બેંકની લિસ્ટમાંથી કોઈપણ એક બેંકમાં જઈને ખાતું ખોલાવવું પડશે.
  • બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં જઈ સુકન્યા સમૃદ્ધિ યોજના નું ફોર્મ ભરવું પડશે.
  • ફોર્મમાં બાળકીનું નામ માતા પિતાની સંપૂર્ણ માહિતી તેમજ અન્ય માંગેલી માહિતી પણ ભરવી પડશે.
  • અને રોકાણ કરવાના નિયમો પણ ધ્યાનપૂર્વક વાંચી લેવા.
  • તમામ માહિતી ભર્યા બાદ માંગેલા તમામ દસ્તાવેજો ની ઝેરોક્ષ ફોર્મ સાથે જોડી દેવું.
  • ત્યારબાદ અરજી ફોર્મ પ્રીમિયમ ની રકમ ( ₹1000) સાથે બેંક અથવા ઓફિસમાં જમા કરાવી દેવું .

ત્યારબાદ તમને Sukanya Samriddhi Yojana લાભ મળવા પાત્ર રહેશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના Form Pdf

Pdf Is Here

Conclusion

તો મિત્રો આ હતી માહિતી Sukanya Samriddhi Yojana વિશે જો તમે પણ નવજાત બાળકીના માતા પિતા હોય તો ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે પણ ખાતું ખોલાવી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી એક મહત્વપૂર્ણ યોજના છે જેમાં દીકરીઓને 18 વર્ષની ઉંમર થઈ ત્યારે રોકાણના 50% ની રકમ મળવાપાત્ર રહેશે અને બાકીની રકમ ₹ 21 વર્ષની ઉંમરે 8% ના વ્યાજે મળશે તો મિત્રો તમને આ યોજના કેવી લાગી? તો તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો શું તમે કોઈ નવી યોજના વિશે જાણકારી મેળવવા માંગો છો તો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરી છે અવશ્ય જણાવજો

FAQ

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓછામાં ઓછા કેટલા રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે ?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓછામાં ઓછા 250 રૂપિયા નું રોકાણ કરી શકાય છે

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વધુમાં વધુ કેટલા રૂપિયાનું રોકાણ કરી શકાય છે ?

આ યોજના દરમિયાન વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું વર્ષ નું રોકાણ કરી શકાય છે.

બાળકીની ઉંમર 18 વર્ષની ઉંમર થાય ત્યારે કેટલી રકમ મળવા પાત્ર છે ?

બાળકીની ઉંમર 18 વર્ષની થાય છે ત્યારે 50% ની રકમ મળવા પાત્ર રહેશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલો વ્યાજ દર મળે છે ?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8% નો વ્યાજ દર મળવા પાત્ર રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now